પગારથી વંચિત રોજમદારો દ્વારા રજૂઆત

277

ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા, તળાજા, તાલુકાના પાણી પુરવઠા વિભાગમાં વાલ્વમેન તરીકે નોકરી કરતાં રોજમદારોને છેલ્લા પાંચ માસથી દરમાયો ચુકવવામાં આવ્યો ન હોય તથા હાલની અસહ્ય મોંઘવારીમાં દરરોજ ૧૦૦ રૂપિયા જેવો ખર્ચ કરવો પડતો હોય અને વેતન માત્ર ૪ થી ૭ હજાર જેવું ચુકવવામાં આવતું હોય અને એ પણ અનિયમિત ધોરણે આથી ૫૦ જેટલાં વાલ્વમેન સમયસર પગાર તથા પગાર વધારાની માંગ સાથે ભાવનગર શહેર ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગની હેડ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Previous articleરૂપાણી સરકારના પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો ચોથા દિવસે ભાવનગર ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ
Next articleઆખલોલ જકાતનાકા સામે આવેલી સ્લમ વસાહત બની જર્જરીત : મોટી દુર્ઘટનાની ભિતી