અશાંતધારાના કાયદાની ત્રૂટિઓ દૂર કરી કડક બનાવવા સીએમ એ આદેશ કર્યો

718
gandhi1942018-2.jpg

ગુજરાતમાં વર્ષ ૧૯૯૧થી અમલમાં રહેલો અશાંતધારોને અનેક વારંવાર એક્સટેન્શન આપી અમલમાં ચાલુ રાખવામાં આવ્યો છે. જો કે આ કાયદામાં અનેક ત્રૂટિઓ હોઈ, કેટલાંક તત્ત્વો દ્વારા ખોટી એફિડેવિટ કરીને મકાનની લે- વેચ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા આ કાયદાની કડક અમલવારી અને કાયદામાં રહેલી ત્રૂટિઓને શોધીને તેને દૂર કરી કાયદો કડક બનાવવા મુખ્યમંત્રી રૂપાણીએ આદેશ કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક યોજાઈ ગઈ. જેમાં ગૃહમંત્રી, મુખ્ય સચિવ, કલેક્ટર સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.
જેમાં અશાંતધારો ચર્ચામાં હતો. બેઠકને અંતે અશાંતધારા કાયદાની પુનઃસમીક્ષા કરવા ઝ્રસ્એ આદેશ કર્યો હતો. કાયદામાં ત્રુટિઓ શોધીને કેટલાક તત્ત્વો તેનો ગેરફાયદો ઉઠાવતા હોવાનું જાણવા મળતાં, કાયદાની કડક અમલવારી કરવા આદેશ આપ્યો હતો. ઉપરાંત અશાંતધારાના કાયદામાં રહેલી ત્રુટિઓ દૂર કરી કડક બનાવવા ઝ્રસ્ રૂપાણીએ  સૂચન કર્યું હતું. સાથોસાથ યોગ્ય કિસ્સામાં જરૂરી મંજૂરીમાં સરળીકરણ કરવા આદેશ કર્યો હતો. અમદાવાદમાં રમખાણો પછી વર્ષ ૧૯૯૧થી અશાંતધારો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત હિંદૂ કે મુસ્લિમ પોતાના વિસ્તારમાં આવેલા મકાનો પોતાની કોમને જ વેચી શકે તે મુજબની તેમાં જોગવાઈઓ રહેલી છે.
અત્યાર સુધીમાં કાયદા હેઠળ ૮૦ હજાર અરજીઓ આવી છે. ૮૦ હજાર પૈકી મોટાભાગની અરજીઓ મંજૂર કરાઈ છે. આમછતાં કેટલાંક લેભાગુ તત્ત્વો ખોટી એફિડેવિટ કરી મકાન લે-વેચ કરતા હોવાનું ધ્યાને આપતાં, અને મંજૂરી વગર બિલ્ડિંગ ઉભી કરી દેવામાં આવતી હોવાની સરકારને ફરિયાદ મળતાં આ કાયદાની કડક અમલવારી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ સરકારે મહેસૂલ વિભાગ, મ્યુનિ. શહેરી વિકાસ વિભાગને સમીક્ષા કરવા આદેશ કર્યો છે. 
સરકારે પોલીસ તંત્રને સાથે રાખી કાયદાની પુનઃ સમીક્ષા કરવા આદેશ આપ્યો હતો. જ્યારે અશાંતધારા હેઠળ આવતા સરવે નંબરનો મહેસૂલ વિભાગ સરવે કરશે. જો કોઈ ગરબડ જણાય તો તે સામે કડક કાયદાકિય પગલાં ભરવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. શહેરમાં અશાંતધારા ભંગનો મામલો ઉગ્ર બને તે પૂર્વે સરકાર દ્વારા કરાતા આયોજનનો આ ભાગ રૂપે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે અશાંતધારો છતાં મિલકતો હડપ કરવાનું ષડ્‌યંત્ર તાજેતરમાં બહાર આવ્યું હતું. જેમાં જાન્યુઆરી ૨૦૧૮ની આખરમાં  વડોદરામાં વાસણા રોડ પર આવેલી એક સોસાયટીમાં મુસ્લિમને મકાન લીઝ પર આપવાના મુદ્દે મામલો ફરી ગરમાયો હતો. અધિકારીઓ અને ચોક્કસ રાજકારણીઓએ અશાંતધારાના કાયદાને પાંગળો બનાવી દીધો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અશાંતધારાના કાયદા હેઠળ મંજૂરી મળે તો જ મિલકત ખરીદનારનો દસ્તાવેજ થાય છે.

Previous articleસેકટર ૧૯માં આઈપીએલ પર સટ્ટો રમતા બેની ધરપકડ
Next articleડેન્ગ્યુના પોરા મળતા ૧૫,૦૦૦ સરકારી આવાસમાં સ્પેશિયલ ડ્રાઇવનો આદેશ