ગણેશ ક્રીડા મંડળની શતાબ્દી વર્ષની ઉજવણી

616

આજના મોબાઇલ યુગમાં વ્યાયામ મંદિરો (અખાડા) બંધ થતા જાય છે. તેને જીવંત રાખવા ગણેશ ક્રીડા મંડળ ખાતે તા. ૧૮/૭/ના વ્યાયામ મંદિર ના સંચાલકોનું સન્માન તેમજ રમતવીરોને પ્રોત્સાહન મળે તે હેતુથી માનસી યુવરાજસિંહની અધ્યક્ષતામાં શતાબ્દી પ્રોગ્રામ યોજયેલ જેમાં જિમ્નસ્ટીક તેમજ સ્કેટીંગના અવનવા દાવો રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધેલ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નટુભા ચુડાસમા તથા મંત્રી મહિપતભાઈ ત્રિવેદી એ સૌને આવકારેલ જ્યારે ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ શાહ -પૃથ્વીસિંહ આઝાદની વાતો વાગોળીને સંસ્મરણો તાજા કર્યા હતા. તેમજ દરેક વ્યાયામ મંદિરોના સંચાલકોનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવેલ. અંતમાં આભારવિધી મુકુંદભાઇ પાઠકે કરેલ.આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ નિશિથભાઈ મહેતા , શિશુવિહાર સંસ્થાના સંચાલક નાનકભાઈ ભટ્ટ, ભૂતપુર્વ જિલ્લા શિક્ષણાધિકારી નલીનભાઇ પંડીતે હાજરી આપી પ્રોત્સાહન પુરૂ પાડેલ .

Previous article૬૬મો “રેલ સપ્તાહ” કાર્ય ભાવનગર વિભાગ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો
Next articleભારત સહિત ૬ દેશોના નાગરિકોને આજથી યુએઈમાં પ્રવેશની મંજૂરી