ન્યુ દિલ્હી,તા.૪
સળંગ છ દિવસ સુધી કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ને પાર નોંધાયા બાદ ગઈકાલે એક દિવસ માટે ૩૦ હજાર પર આંકડો પહોંચ્યા બાદ આઠમાં દિવસે કોરોનાના નવા કેસ ૪૦ હજારને પાર પહોંચ્યા છે. સાથે જ મૃત્યુઆંક સાડા ૫૦૦ને પાર કરી ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા છે, જ્યારે ૫૬૨ દર્દીઓના મોત થઈ ગયા છે. ગઈકાલે કોરોનાના નવા કેસ ૩૦,૫૪૯ અને મૃત્યુઆંક ૪૨૨ નોંધાયા હતા. ગઈકાલે નવા કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચે ૮ હજારનું અંતર રહેતા એક્ટિવ કેસ ઘટીને ૪.૦૫ લાખની અંદર આવી ગયા હતા.
આજે દેશમાં કુલ ૩૬,૬૬૮ દર્દીઓ સાજા થયા છે જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને ૩,૦૯,૩૩,૦૨૨ પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા ૩,૧૭,૬૯,૧૩૨ પર પહોંચી છે. વધુ ૫૬૨નાં મોત થયા કુલ મૃત્યુઆંક ૪,૨૫,૭૫૭ થઈ ગયો છે.
ભારતમાં ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસમાં ૧૦ હજાર જેટલો વધારો નોંધાયો છે જેની સાથે એક્ટિવ કેસ વધીને ૪.૧૦ લાખને પાર કરીને ૪,૧૦,૩૫૩ પર પહોંચ્યા છે.પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૬૨,૫૨,૭૪૧ લોકોનું વેક્સિનેશન કરાયું છે, જેની સાથે કુલ વેક્સિનેશનનો આંકડો ૪૮,૫૨,૮૬,૫૭૦ થઈ ગયો છે.
નોંધનીય છે કે ભારતમાં ૧૬ જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આઈસીએમઆર મુજબ, ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં એટલે કે ૩ ઓગસ્ટ સુધીમાં કુલ ૪૭,૩૧,૪૨,૩૦૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૩ ઓગસ્ટના રોજ વધુ ૧૮,૪૭,૫૧૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.