ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં આર્જેન્ટિના સામે ૨-૧થી હારી

222

ટોક્યો,તા.૪
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમને ૨-૧ થી હાર મળી હતી. બીજી સેમીફાઇનલ મેચ ભારત અને આર્જેન્ટીના વચ્ચે રમાઇ હતી. ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં ૧-૦ થી લીડ મેળવી હતી જેને, બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ બરાબરી પર કરી દીધી હતી. જોકે ત્રીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીના ૨-૧ થી આગળ થઇ ચુક્યુ હતુ. બંને વચ્ચે સારી ટકકર જોવા મળી હતી.
ભારતીય ટીમ પણ વળતો પ્રયાસ બરાબરી કરવા પર દમ લગાવી અંતિમ પળ સુધી કર્યો હતો.જોકે ભારતીય ટીમને હજુ પણ બ્રોન્ઝ મેડલ માટે તક મળી શકે છે. ભારત હવે ગ્રેટ બ્રિટન સામે બ્રોન્ઝ મેડલ માટે રમશે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલ થી ચુકવા છતાં મેડલ પોતાની ઝોળીમાં મેળવી શકે છે. જોકે ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચવા થી નિરાશ રહી હતી.
મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પ્રવેશમાં સફળ રહી હતી. ભારતની મહિલા હોકી ટીમ આર્જેન્ટીના સામે મેદાને ઉતરતા પ્રથમ ક્વાર્ટરમાં ગોલ સાથે ભારતે શાનદાર શરુઆત કરી હતી. જોકે બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ ભારત સાથે બરાબરી કરતો ગોલ કરી દીધો હતો.
સેમીફાઇનલ મેચમાં ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટર સમાપ્ત થવા સાથે આર્જેન્ટીના સામે ૧-૦ ની લીડ મેળવી હતી. ભારતીય ટીમે મેચ શરુ થવાની બીજી મીનીટમાં જ ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નર ને ગોલમાં બદલવામાં સફળ રહી હતી. આ સાથે જ ભારતીય ટીમને લીડ મળી હતી. ત્યાર બાદ ભારતીય મહિલાઓએ સતત આ લીડને જાળવી રાખવા પ્રયાસ કર્યો હતો. ભારતીય મહિલાઓએ પ્રથમ ક્વાર્ટર શાંત રમત અને કોઇ જ ઉતાવળ વિના રમત દર્શાવી હતી. જેના થી આર્જેન્ટીનાના વળતા ગોલ કરવાના પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો.
બીજા ક્વાર્ટર દરમ્યાન શરુઆતમાં હરીફને મળેલ પેનલ્ટી કોર્નરને ભારતે બતાવી લીધો હતો. પરંતુ પેનલ્ટી કોર્નર પર આર્જેન્ટીના ૧-૧ ની બરાબરી કરવામાં સફળ રહ્યુ હતુ. આર્જેન્ટીનાની મારીયા નોએલ બારીયાન્યૂઓ એ ગોલ કર્યો હતો. આમ પ્રથમ હાલ્ફ બરાબરી પર રહ્યો હતો.
બીજા હાલ્ફની શરુઆતમાં જ આર્જેન્ટીનાએ ૩૬મી મીનીટમાં ભારતીય ટીમ સામે ૨-૧ થી લીડ મેળવી લીધી હતી. આર્જેન્ટીના માટે બીજો ગોલ મારિયા નોએલે કર્યો હતો. આ તેણે બીજો ગોલ કર્યો હતો. તેણે પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. આ સાથે જ ભારતીય મહિલા ટીમ પર દબાણ સર્જાવાની શરુઆત થઇ હતી. ચોથા ક્વાર્ટરમાં પ્રયાસ છતા ભારત સ્કોરને બરાબર કરવામાં સફળ નિવડી શક્યુ નહોતુ. આમ ભારતીય ટીમ ને હરાવીને આર્જેન્ટીના ફાઇનલમાં પહોંચી ચુક્યુ છે.

Previous articleગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બની બેકાબૂ, ૫૮૦૦ લોકોનું રેસ્ક્યૂ કરાયું
Next articleસુરતમાં ૧૭ વર્ષીય વિશાખા ગુલાલે પોતાના વાળ કેન્સર પીડિત દર્દીને દાન કર્યા