સુરત,તા.૪
સુરતમાં યોજાયેલા મિસ એન્ડ મિસ્ટર ગુજરાતમાં વિજેતા થનાર વિશાખા ગુલાલે પોતાના સુંદર વાળ કેન્સર પીડિત દર્દીને દાન કર્યા છે. ૧૭ વર્ષની વિશાખાએ આટલી નાની ઉંમરમાં બે એવોર્ડ જીતીને સુરતનું ગૌરવ વધાર્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં અમદાવાદમાં મિસ ફેશનિસ્ટા ગુજરાત અને જુલાઇમાં સુરતમાં મિસ ગુજરાત ટાઇલ આઇકોન ૨૦૨૧નો ખિતાબ મેળવ્યો છે.
વિશાખાએ કહ્યું કે હું બીજાને કઇ રીતે મદદ થઇ શકુ એ વિચારે મે પોતાના વાળ કેન્સર પીડિત વ્યક્તિને દાન કર્યા છે…અને પોતાના વાળનું દાન કરીને સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહી છે…સુરતમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી એલાયન્સ કલબ સંસ્થાના નેજા હેઠળ આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
હાલમાં જ સુરત ખાતે યોજાયેલ મિસ એન્ડ મિસ્ટર ગુજરાત ૨૦૨૧ મા વિજેતા થયેલ મિસ ગુજરાત વિશાખા ગુલાલે એ પોતાના સુંદર વાળ કેન્સર પીડિત પેશન્ટ માટે દાન કર્યા છે..વિશાખા હાલ માત્ર ૧૭ વર્ષ ની જ છે એને નાની ઉંમર મા જ ગુજરાત ખાતે ના બે એવોર્ડ જીતીને સુરતનું નામ અગ્રેસર કરેલ છે.. ફેબ્રુઆરી ૨૦૨૧ મા એને અમદાવાદ ખાતેથી મિસ ફેશનિંસ્ટા ગુજરાત અને હાલ જુલાઈ ૨૦૨૧ મા સુરત મા યોજાયેલ સ્પર્ધામાં મિસ ગુજરાત સ્ટાઈલ આઈકોન ૨૦૨૧ નું ખિતાબ મેળવેલ છે.
વિશાખાએ નાની ઉંમર મા જ એને હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું એ વિચારે એને પોતાના સૌથી સુંદર વાળ કેન્સર પીડિત વ્યક્તિ ને દાન કરીને. એ વ્યક્તિ પણ પોતાના સુદર વાળ સાથે સામાન્ય જીવન જીવી શકે એ ઉમદા ધ્યેય સાથે,વિશાખા એ પોતાના વાળનું દાન કરી સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનું પ્રયાસ કરી રહી છે.