મુંબઈ,તા.૪
સાલ ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી હોરર કોમેડી ફિલ્મ રુહી અફા પછી ફરી એક વખત રાજ કુમાર રાવ અને જાહ્નવી કપૂર સાથે કામ કરવાના છે. આ બિનશિર્ષક ફિલ્મનું દિગ્દર્શન શરણ શર્માનું છે. આ ફિલ્મમાં રાજ કુમાર રાવ અને જાહ્નવી કપૂર બન્ને ક્રિકેટરના રોલમાં જોવા મળવાના છે. આ એક ફિકશનલ વાર્તા હશે જેમાં ભરપૂર ઇમોશન્સ હશે. શરણ શર્મા અને જાહ્નવીએ આ પહેલા ગુજન સકસેના ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જાહ્વવી થોડા સમયમા ંજ ફિલ્મ હેલનનું શૂટિંગ શરૂ કરવાની છે.જે પૂરુ થયા પછી શરણ શર્માની ફિલ્મનું સૂટિંગ શરૂ કરશે.
રાજ કુમાર રાવ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચુક્યો છે. તેણે હાલમાં જ પોતાની આવનારી ફિલ્મ મોનિકા, ઓ માય ડાર્લિંગની ઘોષણા કરી હતી. આ ઉપરાંત તેની પાસે હમ દો હમારે દો, બધાઇ હોની સિકવલ બધાઇ દો અને એક તેલુગુ ફિલ્મની હિંદી રિમેક છે.
Home Entertainment Bollywood Hollywood રાજ કુમાર રાવ-જાન્હવી કપૂર રૂપેરી પડદે ક્રિકેટરના રોલમાં સાથે જોવા મળશે