ગુજરાતની ૬ સરકારી મેડિકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓ તેમની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેમાં ભાવનગર સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાયા છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ આજે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી.
પી.જી મેડિકલના વિધાર્થીઓને તેઓની ચાર મુખ્ય માંગણીઓ છે, જેમાં સમયગાળામાં ફેરફાર કરવામાં આવે, અન્ય ડોકટરોની જેમ સાતમા પગારપંચ નો લાભ અને બીજા રાજ્ય ની જેમ ગુજરાત માં પણ એસ.આર પ્લસ બોન્ડ યોજના લાગુ કરવા માંગ કરવામાં આવે, પ્રથમ વર્ષના પીજીના વિદ્યાર્થી ના હોવાથી તેઓને આજ સંસ્થામાં નિમણુક આપવા માંગ કરી હતી.વિરોધ પ્રદર્શનમાં મેડિકલ કોલેજ ના ૨૦૦ જેટલા રેસિડેન્ટ ડોકટરો જોડાયા હતા, મેડિકલ કોલેજ ખાતે એકત્રિત થયેલા રેસિડેન્ટ ડોક્ટરોએ માંગ ના સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા એલાન કર્યું છે.