ભાવનગર ખાતે આવેલ શ્રી રામમહલ વૈદિક પાઠશાળા, કૃતજ્ઞતા એજ્યુકેશન પોઈન્ટ અને સંસ્કૃત ભારતી ભાવનગરના સહયોગથી તારીખ ૨૫મી જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી દસ દિવસીય નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પંચોતેર છાત્ર છાત્રાઓએ નિયમિત રૂપે સાંજના ૬થી ૮ વાગ્યા સુધી વર્ગમાં ઉપસ્થિત રહીને ભાગગ્રહણ કર્યો હતો. આ વર્ગના સમાપન કાર્યક્રમના આરંભે પરંપરા મુજબ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરાયા હતો, દરેક ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું ત્યાર બાદ કુમારિકાઓ દ્વારા સંસ્કૃત ગીતની પ્રસ્તુતિ કરાઈ હતી. વિદ્યાર્થીએ પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે, હું સમજતો હતો કે સૌથી અઘરી ભાષા એટલે સંસ્કૃત ભાષા પણ વર્ગમાં આવીને મે અનુભવ્યુ કે, સંસ્કૃત ભાષા ખૂબ જ સરળ છે. જે હર કોઈ બોલી શકે છે. સંસ્કૃત વર્ષોથી ભારતીય પ્રજાની ભાષાનું માધ્યમ હતું અને રહેશે. વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે સંસ્થા દ્વારા પ્રમાણ પત્ર આપીને પુરસ્કૃત કરાયા હતા. કેવલભાઈ જાનીએ કાર્યક્રમનું સારી રીતે નિર્વહન કર્યું હતું. અંતે પાઠશાળાના ગુરુજી ભાવિકભાઈ મહેતા એ આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમા ભા.શા.અ. યોગેશભાઈ ભટ્ટ, સંસ્થાના અગ્રણીઓ બધેકા, અભયભાઈ જોશી, ગુરૂજી ભાવિકભાઈ, તુષારભાઈ, ભદ્રેશભાઈ, સંજયભાઈ, સં.ભા. ઉર્મીબેન, પ્રણવભાઈ, માધવીબેન, અમિતભાઈ,વર્ગ સંચાલક મહર્ષિગૌતમભાઈ દવે, કથાકારો, કાર્યકર્તાઓ તેમજ વિદ્યાના ઉપાસકો છાત્ર છાત્રાઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.