કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના મુક સેવક સ્વ.શ્રી વિનુભાઈ શાહ ની ૧૩ મી પુણ્યતિથીની ઉજવણી તા.૦૫/૦૮/૨૦૨૧ને ગુરુવારનાં રોજ કરવામાં આવી હતી. સ્વ.શ્રી વિનુભાઈ શાહની પુષ્પાંજલિ કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોને જુદી-જુદી શ્રેણીમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જેમાં ધો.૯ થી ૧૨ માટેની વક્તુત્વ સ્પર્ધામાં પ્રથમ નારીગરા અંશ હિંમતભાઈ, દ્વિતીય બાંભણિયા રમેશ નવલાભાઈ, તૃતીય ભુરીયા ચિરાગ રમેશભાઈ તથા ધો ૧ થી ૪ ના બાળ પ્રસ્તુતિ સ્પર્ધામાં પ્રથમ વાળા ઉમંગ, દ્વિતીય સાવલિયા કાવ્ય, તૃતીય ઉભડીયા રીતુ તથા વાઘ હિતેશ તેમજ ધો ૫ થી ૮ નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લોકગીત સંગીત સ્પર્ધામાં પ્રથમ શિહોરા માનવ, દ્વિતીય સોલંકી ભરત તથા તૃતીય અખિયા વિશાલ વિજેતા સ્પર્ધકોને અનુક્રમે રૂ.૮૦૦,રૂ.૫૦૦ તેમજ રૂ.૩૦૦ આપવામાં આવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કીર્તિભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વ.વિનુભાઈ શાહનાં પુત્ર શ્રી વિશાલભાઈ અને સ્વ. વિનુભાઈ શાહના બેન ડૉ.ભાનુબેન તથા તેમના પરિવારજનો તેમજ સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ પાઠક, હસમુખભાઈ ધોરડા, કનુભાઈ પટેલ, પંકજભાઈ એન. ત્રિવેદી તેમજ સંસ્થાનાં કર્મવીરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષાબેન હાડાએ કર્યું હતું.