ટોક્યો,તા.૫
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ૭ ઓગસ્ટના રોજ પોતાના દેશ માટે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે લડશે. આ જંગ ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ જૈવેલિન થ્રોના મેદાન પર થશે. જ્યાં ભારતના નીરજ અને પાકિસ્તાનના અરશદ નદીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. નીરજ એ ફાઇનલ માટે ક્વોલીફાય કર્યું છે. નીરજએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમણે શાનદાર શરુઆત કરી તેમના પ્રથમ પ્રયાસમાં જ શાનદાર થ્રો કર્યો હતો અને ફાઇનલની ટિકિટ મેળવી. એશિયન ગેમમાં મેડલ વિજેતા નીરજે પહેલા જ પ્રયાસમાં ૮૬.૬૫ મીટરના થ્રો સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. આ સાથે જ પાકિસ્તાનના નદીમે પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. નદીમે ૮૫.૧૬ નો જૈવેલિન થ્રો ફેંકીને ફાઇનલની ટિકિટ મેળવી છે. તેણે તેના ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે પ્રથમ પ્રયાસમાં ૭૮.૫૦નો સ્કોર કર્યો છે, જ્યારે બીજામાં તેણે વધુ સારું પ્રદર્શન કર્યું અને ફાઇનલની ટિકિટ મેળવી છે. જૈવેલિન થ્રોમાં, ટોચના ૧૨ ખેલાડીઓએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત અને પાકિસ્તાન બંનેની આ મેચ પર દરેકની નજર રહેશે. નીરજ પાસે ભારતને મેડલની આશા છે.આખો દેશ આશા રાખી રહ્યો છે કે નીરજ એથ્લેટિક્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચશે અને પાકિસ્તાનને પણ તેમના ખેલાડી પાસે મેડલ જીતવાની આશા છે. ૭ ઓગસ્ટના રોજ જાપાનની રાજધાનીમાં જૈવેલિન થ્રો ફાઇનલ રમાશે.
ભારત-પાકિસ્તાનના આ બે દિગ્ગજ ખેલાડીઓ એકબીજા સામે પડકાર ફેકશે. પાકિસ્તાનના અરશદ નદીમ પહેલા ક્રિકેટ રમતા હતા, પરંતુ તેમણે આ રમત છોડીને એથ્લેટિક્સમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ નદીમે કહ્યું હતું, નીરજને જોયા બાદ જ તેણે જૈવેલિન થ્રો રમવાનું નક્કી કર્યું હતું. હવે ૭ ઓગસ્ટે આ પાકિસ્તાની ખેલાડી તેના આદર્શની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રસપ્રદ અને અનોખી મેચ પર દરેકની નજર રહેશે. નીરજે ઓવરઓલ પ્રથમ સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે નદીમ ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો છે. બીજા સ્થાને નીરજનો સારો મિત્ર અને કટ્ટર હરીફ જોહાન્સ વેટર છે જેણે ૮૫.૬૪ મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.
Home Entertainment Sports ટોક્યો ઓલિમ્પિક : જૈવેલિન થ્રોના ફાઈનલમાં ગોલ્ડ જીતવા ભારત-પાકના ખેલાડી ટકરાશે