રાજુલા તાલુકાના પટવા ગામે રહેતા કનુભાઈ શિયાળ નામના યુવાન પોતાની વાડીના કામે જતા હોય ત્યારે રસ્તામાં ઓચિંતા સિંહ જીવલેણ હુમલો કરતાં દેકારા પડકારા કરી વાડી વિસ્તારના ખેડુતોએ મોતના મોઢામાંથી ગંભીર હાલતે છોડાવી તેને તાત્કાલિક ભાવનગર ખાતે સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા આ બાબતે ચાંચ ખેરા પટવા વીસ્તારના વન વિભાગના ફોરેસ્ટર ગોંડલિયા ભાઈ દ્વારા નવ મિત્રો સાથે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળો તૈયાર કરી વડી કચેરી ખાતે મોકલી દેવાયા અને ગોંડલીયાભાઈનો મોબાઈલ દ્વારા સંપર્ક કરતા ગોંડલીયા ભાઈએ કહેલ કે આવા નાના માણસો પર આફત આવી તેનો અમને ખેદ છે. વન વિભાગ તરફથી પુરો સહકાર કનુભાઈ શિયાળને મળે તેવી પ્રતિક્રિયા અમરેલી ડીએફઓ મેડમ સકીરા બેગમ સુધી પહોંચાડેલ છે. જે ગંભીર હાલતે ઘાયલ કનુભાઈ ભાવનગર હોસ્પિટલે સારવારમાં બન્ને પગને ફાડી ખાધા હોય તેવા લોહીલુહાણ હાલતે ખસેડાયેલ