આજે ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાશે

251

યુએન,તા.૫
શુક્રવારે ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અફઘાનિસ્તાનમાં કથળતી સુરક્ષા સ્થિતિ પર ચર્ચા થશે. યુએનએસસીમાં અફઘાનિસ્તાન પર ચર્ચા કરવાનો નિર્ણય વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમાર સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી લીધો છે. જેમાં તેમણે અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કટોકટી સત્ર બોલાવવા પર ચર્ચા કરી.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદના પ્રમુખ એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિએ બુધવારે રાત્રે ટ્‌વીટ કર્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ભારતની અધ્યક્ષતામાં શુક્રવાર ૬ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમીક્ષા કરવા માટે બેઠક કરશે. અતમાપે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે તાલિબાનની હિંસા અને અત્યાચારને કારણે અફઘાનિસ્તાનમાં જે દુર્ઘટના સર્જાઈ રહી છે તેને રોકવામાં મોટી ભૂમિકા ભજવવી જોઈએ.અતમારે ટિ્‌વટ કર્યું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વર્તમાન પ્રમુખની અગ્રણી ભૂમિકાની પ્રશંસા કરૂ છુ. છેલ્લા કેટલાક મહિનાઓમાં તાલિબાન અને અફઘાન સરકારી દળો વચ્ચેની લડાઈ તીવ્ર બની છે, જ્યારથી યુએસ અને નાટોના સૈનિકો યુદ્ધગ્રસ્ત દેશમાંથી ખસી ગયા છે. સોમવારે અપનાવવામાં આવેલા આ મહિનાના કાઉન્સિલના એજન્ડા મુજબ આ સમય દરમિયાન અફઘાનિસ્તાન પર બેઠક નક્કી કરવામાં આવી ન હતી.
યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં પત્રકારોને વિગતો પૂરી પાડતા તિરૂમુર્તિએ અફઘાનિસ્તાનની સ્થિતિ અને યુદ્ધગ્રસ્ત દેશમાં તણાવને વધુ વધતા અટકાવવા માટે સુરક્ષા પરિષદ શું કરી શકે છે તેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે, અફઘાનિસ્તાન પર શંભવતઃ સુરક્ષા પરિષદ આ મુદ્દા પર વહેલામાં વહેલી તકે ધ્યાન આપશે. તે મહત્વપૂર્ણવાત છે કે કાઉન્સિલની ભારતની અધ્યક્ષતાના પહેલા સપ્તાહની અંદર જ અફઘાનિસ્તાન પર ખુલ્લી ચર્ચા થઈ રહી છે, જે અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર તાત્કાલિક ચર્ચાની જરૂરતને બતાવે છે. તિરુમૂર્તિએ કહ્યું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ સુરક્ષા પરિષદના તમામ સભ્યો માટે ઉંડી ચિંતાનો વિષય છે અને અમે તાજેતરના સમયમાં જોયું છે કે હિંસા વધી રહી છે.

Previous articleકેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરી રહ્યા છેઃ મોદી
Next articleપેગાસસ-જાસૂસી આરોપો ગંભીર બાબત ગણાયઃ સુપ્રિમ કોર્ટ