ગુજકેટ : પ્રથમ સેશનમાં ૫૦૮૦ વિધાર્થીઓ હાજર

551

ધો.૧૨ સાયન્સની પરિક્ષા પાસ કર્યા બાદ એન્જીનીયરીંગ, મેડીકલક્ષેત્રે અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પરિક્ષાનો આજે સવારથી પ્રારંભ થયો હતો. આ પરિક્ષામાં ગુજરાતી માધ્યમમાં ૪૪૦૨, અંગ્રેજી માધ્યમમાં ૭૭૫, અને એક વિધાર્થી હિન્દી માધ્યમ સહીત કુલ ૫૧૭૮ વિધાર્થીઓ નોંધાયા છે. જેમાં ખાસ કરીને આજે સવારે પ્રથમ સેશનની પરિક્ષા ૧૦ થી ૧૨ દરમિયાન લેવામાં આવી હતી જેમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણીક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં કુલ વિધાર્થી ૫૨૨૨ નોંધાયા હતા. તે પૈકીના ૫૦૮૦ વિધાર્થીઓએ પ્રથમ સેશનમાં પરિક્ષા આપી હતી જ્યારે ૧૪૨ જેટલા વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા.૬ને શુક્રવારે ગુજકેટની પરિક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ભાવનગર જિલ્લાના કુલ ૫૧૭૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ સાયન્સ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી મહત્વપૂર્ણ છે. તેમાં આ વર્ષે ઇજનેરીમાં જે પ્રવેશ યાદી બનવાની છે જેમાં ધો.૧૨ સાયન્સના રિઝલ્ટના ૫૦ ટકા અને ગુજકેટના ૫૦ ટકા મુજબ ગણતરી કરવામાં આવશે. શહેર-જિલ્લામાં ગુજકેટની કસોટી લેવામાં આવી રહી છે તેમાંં એ ગ્રુપમાં ૧૬૨૭ અને બી ગ્રુપમાં ૩૫૪૮ તથા એબી ગ્રુપમાં ૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં ૪૪૦૨, અંગ્રેજી માધ્યમમાં ૭૭૫ અને હિન્દી માધ્યમમાં ૧ વિદ્યાર્થી નોંધાયા છે.

Previous articleઆર્થિક સંકડામણ શિક્ષકને દોરી ગઈ શોધ તરફ, જૂની બાઇકમાંથી બનાવી ઈ-બાઈક, હવે જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરશે
Next articleભાવનગર કૉંગ્રેસ દ્વારા ’યુવા શક્તિ દિન’ની ઉજવણીના વિરોધમાં પાણીમાં ભજીયા તળીને વિરોધ કર્યો