સતનામ ચોકથી કર્મચારીનગરને જોડતાં રોડ નિર્માણના શ્રીગણેશ : લોકોમાં આનંદ છવાયો

242

શહેરના પછાત વિસ્તાર તરીકે ગણના થતાં ફૂલસર વિસ્તારમાં વર્ષો બાદ લોક માંગ પુરી થઈ જાય એવાં ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે ચિત્રા વિસ્તારમાં આવેલ સિદસર રોડ સ્થિત સતનામ ચોક થી કર્મચારીનગર સુધીનાં અંદાજે બે કિલોમીટર ના રોડને બનાવવાનું કામ શરૂ થતાં લોકો માં ભારે હર્ષની લાગણી વ્યાપી છે. ભાવનગર શહેરનાં ફૂલસર સ્થિત કર્મચારીનગરથી અમરપાર્ક, અંજલી પાર્ક થઈને બારૈયાની વાડી હોઈદડ વાળાની વાડી વિસ્તારમાં થઈને ચિત્રા-સિદસર રોડપર ક્રાઈસ્ટ સ્કૂલ ચોકડી- સતનામ ચોક સુધીનો રોડ વર્ષોથી ગડા-કેડાના માર્ગ જેવો હતો વાડી-ખેતરો વચ્ચેથી પસાર થતાં આ રોડપર આજદિન સુધી કોઈ જ કાર્ય કરવામાં આવ્યું ન હતું અને ચોમાસામાં વાડી-વિસ્તારને પગલે આ રોડપર પ્રચૂર માત્રામાં કાદવ-કિચડ ના થર જામી જતાં હોય લોકો ને પગપાળા પણ પસાર થવું મુશ્કેલ બનતું હતું આ રોડના ઉપયોગ થકી લોકો, રાહદારીઓ, વાહનચાલકો ટ્રાફિક ની સમસ્યા વિના સરળતાથી ચિત્રા, મિલેટ્રીસોસાયટી, બેંક કોલોની ગણેશનગર તરફ તથા મુખ્ય ગૌરવપથ સુધી ખૂબ જ સરળતાથી અને તદ્દન શોર્ટરૂટ દ્વારા પહોંચી શકે છે. આ રોડનો લોકો બહોળો ઉપયોગ કરતાં હોય આથી આ રોડપરના દબાણો દૂર કરી નવો બનાવવાની વર્ષો જૂની લોક માંગ હતી પરંતુ મંજૂર થતો નહતો પરંતુ આ વિસ્તારના કાર્યનિષ્ઠ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ એ અંગત રસ લઈ આ લોક માંગને વાચા આપવામાં ધનિષ્ઠ ફાળો આપ્યો છે અને થોડા સમય પૂર્વે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૭ લાખના ખર્ચે આ રોડ બનાવવા માટે મંજૂરી ની મ્હોંર મારવામાં આવી હતી અને ટેન્ડરિંગ પ્રક્રિયાના અંતે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા રોડ નિર્માણ ની કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડપર વાડી માલિકો તથા મિલ્કત આસામીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતાં પરંતુ રોડ નવનિર્માણ ની વાત ને લઈને લોક સુખાકારી વધતી હોય આથી દબાણ કર્તા ઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે.

Previous articleસિહોરમાં જીતુભાઇ વાઘાણીના હસ્તે રોજગાર પત્રો એનાયત કરાયા
Next articleનેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર ઘણા લોકોને અનફોલો કર્યા