નેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર ઘણા લોકોને અનફોલો કર્યા

140

મુંબઈ,તા.૬
બોલિવુડની પ્લેબેક સિંગર અને ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડ, કે જે સોશિયલ મીડિયા પર બહોળો ચાહક વર્ગ ધરાવે છે તેણે પોતાના લિસ્ટમાંથી કેટલાકને અનફોલો કરી દીધા છે. આ માટે સિંગરે માફી પણ માગી છે. વાત એમ છે કે, નેહા કક્કડે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે અને તેમા તેણે કેટલાક લોકોને અનફોલો કર્યા હોવાની વાત જણાવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી પોસ્ટમાં નેહા કક્કડે જણાવ્યું છે કે, તેણે લિસ્ટમાંથી કેટલાક લોકોને ડિલીટ કરી દીધા છે જેને તે એક સમયે ફોલો કરતી હતી. આ સાથે તેણે જણાવ્યું છે કે, ભૂતકાળમાં થયેલા કેટલાક ખરાબ અનુભવના કારણે આ નિર્ણય લીધો છે. જો કે, તે કોઈના વિરુદ્ધ કહેવા માટે તેની પાસે કંઈ નથી. આ સાથે તે તેવા લોકોને જ ફોલો કરી રહી છે, જેમની સાથે તેનું પર્સનલ કનેક્શન છે. તેણે લખ્યું છે ’સોરી ભૂતકાળમાં થયેલા ખરેખર કેટલાક ખરાબ અનુભવના કારણે કેટલાક લોકોને મારા ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરવાનું નક્કી કર્યું છે. તેવા લોકોને જ માત્ર ફોલો કરી રહી છું જેમને હું જાણું છું અથવા નિયમિત મળુ છું અથવા કામ કરું છું! જો તમને આ વાતનું ખરાબ લાગ્યું હોય તો માફ કરજો. કોઈની સામે દ્વેષ નથી પરંતુ જીવન આવું જ છે! આપણે ખરેખર સાવચેત રહેવું જોઈએ!. નેહા કક્કડ એપ્રિલ મહિનાથી ઈન્ડિયન આઈડલ ૧૨માંથી ગાયહ છે. તેની બહેન સોનુ કક્કડે હિમેશ રેશમિયા અને અનુ મલિક સાથે તેની જગ્યા સંભાળી છે. સિંગર ફિનાલેનો પણ ભાગ બનવાની નથી, જે ૧૫મી ઓગસ્ટે છે. આ વિશે વાત કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ’છેલ્લી કેટલીક સીઝનથી નેહા આ શોમાં જજ તરીકે જોવા મળે છે ત્યારે તે બ્રેક લેવા માગતી હતી. નેહાએ ઘણાં વર્ષો સુધી કઠોર પરિશ્રમ કર્યો છે અને ઘણું મેળવ્યું છે. હવે તે પોતાના પતિ રોહનપ્રીત સાથે ક્વોલિટી ટાઈમ વિતાવા માગે છે. આ જ કારણ છે કે, ઈન્ડિયન આઈડલની ટીમ મુંબઈ પરત આવી પછી પણ નેહાએ શૂટિંગ શરૂ નથી કર્યું. નેહાના બદલે તેની બહેન સોનુએ જજની ખુરશી સંભાળી છે અને શોના અંત સુધી તે જ દેખાશે.

Previous articleસતનામ ચોકથી કર્મચારીનગરને જોડતાં રોડ નિર્માણના શ્રીગણેશ : લોકોમાં આનંદ છવાયો
Next articleઇંગ્લેન્ડ વિરૂદ્ધ રોહિત સારુ પ્રદર્શન નહીં કરે તો એને ટીમમાંથી તગેડી મૂકવો જોઇએઃ માંજરેકર