કૃષિ અને ઉર્જા વિભાગ ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે કિસાન સન્માન દિવસ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને સાત પગલા ખેડુત કલ્યાણના યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને કિસાન સુર્યોદય યોજનાનુ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ચેરમન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વિકાસ અવિરત ચાલી રહ્યો છે આ વિકાસ યાત્રા અંતર્ગત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો અને યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ છે. જેના ભાગરૂપે કિસાન સન્માન દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના ખેડૂતોને વિવિધ કિસાન સહાયલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ પ્રસંગે મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે ગાય નિભાવ યોજના, તારની વાડ યોજના, છત્રી સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રતિતાત્મક સહાયના ચેકનું વિતરણ તેમજ મંજુરપત્રો- હુકમોનું વિતરણ કરવામાં આવેલ હતું. સ્વાગત પ્રવચન નાયબ કાર્યપાલક ઇજનેર એલ.બી. વાળાએ અને આભારવિધિ ખેતીવાડી અધિકારી એસ.જી.ગઢીયાએ કરી હતી.આ પ્રસંગે કલેકટર તુષાર સુમેરા, અગ્રણી ભીખુભા વાઘેલા, પોપટભાઇ સરવૈયા, ભગુભા દાયમા, ધીરૂભાઇ ઘાઘરેટીયા, કિશોરભાઇ ધાધલ, બળવંતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ દવે, બ્રિજરાજસિંહ ઝાલા, જામસંગભાઇ પરમાર, દક્ષાબેન બાવળીયા, અધિકારી- પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.