દામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજીત ભગવાન પરશુરામનો જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા શહેરભરની મુખ્ય બજારોમાં ફરી હતી. શાસ્ત્ર અને શસ્ત્રના પ્રખર જ્ઞાતા આદર્શ આચારસંહિતાના હિમાયતી ભગવાન પરશુરામના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવતા સમસ્ત બ્રહ્મસમાજની વિશાળ હાજરી દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બ્રહ્મસમાજ યુવા પાંખના યુવાનો દ્વારા તલવાર ભાલા પરશીના કરતબો દર્શનીય નઝારો રચતી શોભાયાત્રા ઠેર ઠેર ભાવિકોની ભીડ ધરાવતી રથયાત્રા બપોરના ત્રણ કલાકે સુમન ભવન બ્રહ્મસમાજ વાડી ખાતેથી પ્રસ્થાન થઈ શહેરભરની મુખ્ય બજારોમાં ફરી ભવ્ય રીતે ભગવાન પરશુરામની જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી.