કુકડ ગામે ચામુંડા માતાજી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

1493
bvn1942018-10.jpg

ઘોઘા તાલુકાના કુકડ ગામે અંદાજીત એક કરોડથી વધુનાં ખર્ચે તૈયાર થયેલ ચામુંડા માતાજી, મોરલીધર દાદા અને શ્રી રામ પરિવારના મંદિરમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.૧૯-૪-૧૮ થી ૨૧-૪-૨૦૧૮ એમ ત્રણ દિવસ કરાયુ છે.
આ શુભ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિદ્ધપુરનાં પરનીપ પ્રેમશંકર પંડિતના આયાર્યમાં યોજાશે આ પ્રતિષ્ઠા યજ્ઞમાં મુખ્ય યજમાન પદે સ્વ. જીલુભા મનુભા ગોહિલના પરિવારજનો પ્રમોદભાઈ બંસલ તેમજ દિગ્વીજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.
આ પ્રતિષ્ઠાના ત્રિ દિવસીય દરમિયાન પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ, અતુલગીરીબાપુ, અશ્વિનગીરીબાપુ (ચોટીલા, પ.પૂ. અદેતગીરી માતાજી (કૈલાસ ગુફા) પ.પૂ.૧૦૦૮ મહામડલેશ્વર રમજુબાપુ (અંબીકા આશ્રમ સાંગાણા), જીણારામ બાપુ મોંઘીબાની જગ્યા, નિરૂબાપુ (સણોસરા) દાનેવ આશ્રમ આર્શિવચન પાઠવશે.જ્યારે ભાવનગર નામદાર યુવરાજ જયવિરસિંહ શૈલેન્દ્રસિંહ ગોહિલ, વાસુદેવસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, જીતુભાઈ વાઘાણી, મનસુખ માંડવીયા ડો.ભારતીબેન શિયાળ, પરશોત્તમભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જોડજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, સંજયસિંહ સરવૈયા, ભીખુભા વાઢેર, દિલીપસિંહ ગોહિલ, પરબતસિંહ ગોહિલ, તેમજ રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે જેમા તા.૧૯-૪-૧૮ના રોજ સવારે ૯-૧૫ થી બપોરે ૧-૧૫ સુધી ગણપતિપૂજન મંડપ પ્રવેશ જલયાત્રા, અગ્નિ સ્થાપન, દેવતાઓનું સ્થાપન તેમજ તા.૨૦ના રોજ શોભાયાત્રા, મહાઆરતી તેમજ રાત્રે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરાયુ છે. અને તા.૨૧ના રોજ દેવતા જાગરણ, પ્રવેશ પ્રતિષ્ઠા, મહાઆરતી સહિતનાં દિવ્ય પ્રસંગો યોજાશે આ પ્રસંગે ગામનાં દરેક જ્ઞાતિજનો અને બહેનો દિકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Previous articleદામનગર ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નિકળી
Next articleપાલીતાણામાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નિકળી