મુંબઈ,તા.૬
ફિલ્મી સિતારાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે અને તેમની લેવિસ લાઈફસ્ટાઈલ માટે તે રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતુ, અવારનવાર તેઓ ટેક્સ ચોરી કે ટેક્સથી બચવા માટે અલગ-અલગ રસ્તા શોધે છે. અહીં વાત, સાઉથ સુપર સ્ટાર અને રજનીકાંતના જમાઈ ધનુષની છે. ધનુષે વર્ષ ૨૦૧૫ માં ઈંગ્લેન્ડથી રોલ્સ રોય કાર ઈમ્પોર્ટ કરી હતી અને કારના રજીસ્ટ્રેશન માટે આરટીઓ દ્વારા તેને ૧૪ દિવસમાં ? ૬૦.૬૦ લાખના ટેક્સ રકમની માંગણી કરવામાં આવી હતી. આ બાદ, ધનુષ આ ઓર્ડર સામે વર્ષ ૨૦૧૮ માં કોર્ટમાં ગયો હતો અને ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા તેને આ ટેક્સમાં ૫૦ % માફી આપવામાં આવી હતી અને તેને ? ૩૦.૩૦ લાખ ભરીને કાર રજીસ્ટર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી પણ ધનુષે ટેક્સ ભરવાની જીદ ન છોડતા તેણે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ કેસની સુનવણી માટે અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે અભિનેતા ધનુષની તેની અગાઉની અરજી પર ટીકા કરી હતી જેમાં તેણે તેની ઈમ્પોર્ટ કરેલી રોલ્સ રોયસ પર એન્ટ્રી ટેક્સમાંથી મુક્તિની માંગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું, સામાન્ય દૂધ વેચનાર અને સામાન્ય મજૂર વ્યક્તિ પણ કોઈપણ ચીજ વસ્તુ કે પેટ્રોલ ખરીદતી વખતે ટેક્સ ભરે છે અને જવાબદાર નાગરિક તરીકે તમારે ટેક્સ ભરી દેવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશે ધનુષને ૪૮ કલાકની અંદર ? ૩૦.૩૦ લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
Home Entertainment Bollywood Hollywood સાઉથ એક્ટર ધનુષે ઈંગ્લેન્ડથી રોલ્સ રોય કાર ઈમ્પોર્ટ કરી, ટેક્સ પર છૂટ...