પાલીતાણામાં આજે બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે પાલીતાણા ભૈરવનાથ ચોકથી ભગવાન પરશુરામની શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા ભૈરવનાથ ચોકથી મેઈનબજાર નાની શાકમાર્કેટ થઈ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. તેમાં પાલીતાણા તાલુકા બ્રહ્મસમાજના લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા અને ભીડભંજન મંદિરે સમુહ આરતી પણ કરાઈ હતી.