કાજોલના બર્થ-ડે પર ફેન્સ કેક લઈને આવ્યા, એક્ટ્રેસના વર્તનથી લોકો નારાજ થયા

195

મુંબઈ,તા.૬
બોલિવુડ એક્ટ્રેસ કાજોલે ૫ ઓગસ્ટે પોતાનો ૪૭મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કાજોલના બર્થ ડે પર કેટલાક ફેન્સ કેક લઈને તેના ઘરની બહાર પહોંચ્યા હતા. ત્યારે મીડિયાની સામે કાજોલે કેક કટિંગ કર્યું હતું પણ આ દરમિયાન કેમેરામાં કંઈક એવું કેદ થઈ ગયું જે જોઈને લોકો નારાજ થઈ ગયા. કાજોલ બોલિવુડની ચુલબુલી એક્ટ્રેસ પૈકીની એક છે અને ફેન્સ તેની ફિલ્મોના દિવાના છે. સોશિયલ મીડિયા પર પણ તેનું ફેન ફોલોઈંગ ખાસ્સું છે. આ એ જ ફેન્સ છે જે કાજોલની એક્ટિંગ અને ફિલ્મોના દિવાના છે. પરંતુ સો.મીડિયા પર હાલ કેટલાક લોકો એવા પણ છે જે કાજોલથી દુઃખી છે. આ ફેન્સ કાજોલ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જેનું કારણ છે એક્ટ્રેસનો એટિટ્યૂડ. હકીકતે બીજા એક્ટર્સની જેમ બર્થ ડે પર કાજોલની ઝલક મેળવવા માટે ફેન્સ તેના ઘરની બહાર ઊભા રહ્યા હતા. જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં કાજોલ ફેન્સે લાવેલી કેક તો કાપે છે પરંતુ તેનું વર્તન જોઈને લોકો નારાજ થઈ જાય છે. આ વિડીયો પર જ લોકો કોમેન્ટ કરીને કાજોલને ઘમંડી કહી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકો છો કે, કાજોલ કેક કાપવા માટે પોતાના ઘરની બહાર આવે છે. કેટલાક ફેન્સ કાજોલની આગળ કેક ધરે છે અને તે હાથ લંબાવીને દૂરથી જ કાપે છે. કાજોલ થોડીક સેકંડ ત્યાં રોકાય છે અને પછી અંદર જતી રહી છે. એટલું જ નહીં ફેન્સ સાથે અંતર જાળવીને તે ફોટો ખેંચાવે છે. આ જોઈને સોશિયલ મીડિયાનો એક વર્ગ નારાજ થયો છે. જન્મદિવસ પર કાજોલને શુભેચ્છા આપવા આવેલા લોકો સાથેનું તેનું આ વર્તન સો.મીડિયા યૂઝર્સને પસંદ નથી આવ્યું. એક યૂઝરે લખ્યું, “જે લોકોને કંઈ પડી જ ના હોય તેમના માટે રૂપિયા અને સમય વેડફવાની શું જરૂર છે?” બીજા એક યૂઝરે લખ્યું, “તે જરાપણ ખુશ નહોતી લાગતી. બિચારા લોકો તેની પાછળ ટાઈમ બગાડી રહ્યા છે.” અન્ય યૂઝરે લખ્યું, “ઘમંડી મહિલા…આ લોકો આ બધાને લાયક નથી. આના કરતાં સારું કે કોઈ ગરીબ કે અનાથ બાળકનો જન્મદિવસ ઉજવ્યો હોત.”

Previous articleડ્રગ્સ કેસમાં દીપિકાની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશની જામીન અરજી કોર્ટે રદ કરી
Next articleઉલ્લુ એપના સીઈઓ વિરુદ્ધ મહિલાએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો, કેસ દાખલ