દિપક હોલ પાસે રેલ્વેની દિવાલ હટાવી રસ્તો પહોળો કરવા કિશોર ભટ્ટની રજૂઆત

133

વસાહતી, નાગરીકોની રજુઆત અનુસંધાને ભાજપના આગેવાન કિશોરભાઇ ભટ્ટે દિપક હોલ સામેનો ૧૫ ફુટ તદ્દન સાંકડો માર્ગ હોય ૧૭૦૦ વસાહતી, ૫૦૦૦ રાહદારી સોસાયટી વિસ્તારનો મુખ્ય માર્ગ હોય વસાહતી, નાગરીકો બાળકો પણ પોતાના દરવાજા પાસે ઉભા રહી ન શકે તેવો સાંકડો માર્ગ હોય રેલવે માર્ગ દબાવી પાર્ટીશન દિવાલ કરેલ હોય, પાછળ ગીચા ઝાડી હોય, વસાહતીઓની સુરક્ષા સલામતી પણ જોખમરૂપ હોય સાંકડા માર્ગને કારણે સામ – સામે વાહનો પણ પસાર ન થઇ શકે, એબ્યુલન્સ ૧૦૮ ને આવવા જવા પણ મુશ્કેલરૂપ હોય નાના – મોટા અકસ્માતોની રોજીંદી બીના છે. કોર્પોરેશન દ્વારા રામમંત્ર મંદીર પેટ્રોલ પંપ પાછળનો ૫૦ ફુટનો આર.સી.સી. માર્ગ ભાંગલી ગેઇટ સામે સર્કલ સુધી બનાવેલ છે, આગળ દિપક હોલ સુધી રેલવે પાર્ટીશન દિવાલ રોડ દબાણના કારણે માર્ગ સાંકડો ૧૫ ફુટનો ૧/૨ કિમી. બાકી હોય સત્વરે રેલવે પાર્ટીશન દિવાલ માર્ગનું દબાણ દુર કરી ૫૦ ફુટનો અધુરો માર્ગ દિપકચોક સુધી પહોળો બનાવવા કમિશ્નર ગાંધીને રજુઆત કરેલ છે. સત્વરે રેલવે દ્વારા માર્ગનું દબાણ દુર કરી ૫૦ ફુટનો માર્ગ પહોળો બનાવવા મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી રેલવે રાજયમંત્રી દર્શનાબહેન જરદોષ, જીલ્લા પ્રભારી મંત્રી, સાંસદ, વેસ્ટર્ન રેલવે જી.એમ., ડી.આર.એમને ભાવનગરને પણ રજુઆત કરી છે.

Previous articleધોનીના ટિ્‌વટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું
Next articleસરકાર દ્વારા ૪ ફુટની મૂર્તિની મંજુરી આપી, લોકો આ પાવનકારી દિવસોમાં વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવશે