જાફરાબાદ શહેરમાં આજે પરશુરામ જયંતિની હર્ષોલ્લ્સા સાથે ઉજવવામાં આવી હતી. ઈતિહાસમાં પ્રથમવાર જાફરાબાદ શહેરમાં ભવ્યથી ભવ્ય રીતે શોભાયાત્રા જાફરાબાદની મુખ્ય બજારોમાં નિકળી હતી. તેમજ જાફરાબાદ શહેરના ભુદેવો સહિત જાફરાબાદની મુસ્લિમ સમાજ, કોળી સમાજ, ખારવા સમાજ તમેજ તમામ જ્ઞાતિનો લોકો અને વેપારીઓ શોભાયાત્રમાં જોડાયા હતાં. ભગવાન પરશુરામની આ શોભાયાત્રા સાથે નિકળવવાની ગીરીરાજ ચોકમાં ભગવાત પરશુરામની ફોટો મુકી અને આતશબાજી કરવામાં આવી હતી. તેમજ ભગવાન પરશુરામ, શિવજી જેવા વેશભુષામાં બાળકોએ આકર્ષણ જમાવ્યુંહ તું.