ભાવનગરમાં ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસે ’વિકાસ ખોજ કાર્યક્રમ’ કરતા પોલીસે અટકાયત કરી

133

પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવોને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર પર આક્ષેપ કર્યાં
ભાજપ સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય પાસે વિકાસની ખોજ કાર્યકમ આપવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવોને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર પર આક્ષેપ કર્યાં હતાં.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે ભાજપ વિકાસ દિવસ ઉજવે છે, ત્યારે અમે વિકાસની શોધમાં નિકળ્યા છીએ, વિકાસ ક્યાં છે? વિકાસ પાર્ટીનો થયો છે શહેરનો નહીં.આ કાર્યક્રમમાં ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડ, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદસિંહ ગોહિલ તથા કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ સહિતના કૉંગ્રેસ સમિતિના આગેવાનો, કોર્પોરેટર, યુથ કૉંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કૉંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘોઘાના કોળીયાક ગામનાં વાડીમાં આવેલા કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
Next articleભાવનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ ન નોંધાયો