ભાવનગર જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ ન નોંધાયો

131

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યાનો આંકડો ૦૨ પર યથાવત
રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબુદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
ભાવનગરમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા બે પર યથાવત છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૨૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્યમાં પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૨૯ કેસ પૈકી હાલ ૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleભાવનગરમાં ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસે ’વિકાસ ખોજ કાર્યક્રમ’ કરતા પોલીસે અટકાયત કરી
Next articleભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું, રૂ, ૧૪૬ કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરાયું