સિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણી

710
bvn1942018-1.jpg

સિહોર યુવા પરશુરામ ગ્રુપ અને બ્રહ્મસમાજના આગેવાન કાર્યકરોને છેલ્લા કેટલાક દિવસોની તન-ટોડ મહેનત રંગ લાવી છે અને પરશુરામ જયંતિની ઉજવણીને ચાર ચાંદ લાગ્યા છે દર વર્ષ માફક આ વર્ષે આજે સિહોર યુવા પરશુરામ ગ્રુપ અને બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ગત વર્ષની માફક આ વર્ષ પણ નગરયાત્રા, શોભાયાત્રા, મહાઆરતી, પ્રસાદ તેમજ વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાયા હતા આજે સવારે આઠ કલાકથી ખારાકુવા વિસ્તારમાંથી યાત્રાનો પ્રારંભ થયો હતો જે યાત્રા મેઇન બજારમાંથી પસાર થઇને ટોકીઝ વડલાચોક ટાવર ચોક બંધન પાર્ટી પ્લોટ ખાતે આ નગરયાત્રા શોભાયાત્રા પુર્ણ થઈ હતી જ્યાં સમુહ આરતી તેમજ દર્શનનો લ્હાવો લઇ ત્યારબાદ પ્રસાદનું સિહોર યુવા પરશુરામ ગ્રુપ અને બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ધામિર્ક પ્રસંગે સમાજના અગ્રણી, આગેવાનો વડીલો બ્રહ્મસમાજના આગેવાનો મોટી વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને શોભાયાત્રાનું બન્ને રાજકીય પક્ષો દ્વારા સ્વાગત કરાયું હતું અને દરેક સમાજના વિવિધ આગેવાન અગ્રણીઓ અને રોયલ ક્રિકેટ ગ્રુપ દ્વારા સરબત અને પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleજાફરાબાદમાં નિકળેલી પરશુરામજીની શોભાયાત્રા
Next articleગારિયાધારમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઈ ગઈ