મુંબઈ,તા.૭
નોરા ફતેહી એક કેનેડિયન મોડલ- ડાન્સર છે. જે હવે બોલિવૂડમાં કામ કરી રહી છે. નોરાનાં મોર્ડન ડ્રેસઅપમાં આમ તો નજર આવતી હોય છે પણ હાલમાં તે સાડીમાં નજર આવી છે. તો લોકો તેની સુંદરતાનાં દિવાના થઇ ગયા છે. નોરાનો મોર્ડન ડ્રેસઅપમાં જોવી કંઇ નવી વાત નથી. પણ જ્યારે સાડી પહેરી ભારતીયતાનાં રંગની નજર આવી છે. તો લોકો તેની સુંદરતાનાં દિવાના થઇ ગયા છે. દિલબર ગર્લનું નામથી પ્રખ્યાત નોરા ફતેહીએ જ્યારે નવી નવેલી દુલ્હનની જેમ શ્રૃંગાર કરી સાડી પહેરેલી ફોટો શેર કરતો રહે છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. નોરાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં લખ્યું છે, ’બિન્તે દિલ મિસરિયા મે. નોરાનાં આ લૂક જોઇ ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે. એકે તો નોરાએ પુછી લીધુ- ’મુજસે શાદી કરોગી. નોરા ફતેહીએ ફક્ત સાડી જ પહેરી ન હતી પણ માથે પલ્લૂ પણ રાખ્યો છે. સંસ્કારી ભારતીય મહિલાની જેમ નજર આવી રહી છે. નોરાએ આઇવરી-ગોલ્ડન કલરની એમ્બ્રોડરી વાળી લાલ બોર્ડરની સાડીની સાથે હેવી જ્વેલરી પહેરી છે. માથા પર બિંદી લગાવેલી નોરા ખુબજ ખુબસુરત લાગી રહી છે. એક ફેને તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેને ’સુંદર, સુશીલ નારીનું સ્વરૂપ’ કહી છે. એવું પહેલી વખત નથી કે નોરાએ સાડી પહેરી હોય આ પહેલાં પણ તે ઘણી વખત સાડીમાં નજર આવી ચૂકી છે. સાકી-સાકી, કમરિયા, જેવાં સુપરહિટ આઇટમ સોંગ પર ડાન્સ માટે પ્રખ્યાત નોરા ફતેહી ખુબજ સ્ટાઇલિશ એક્ટ્રેસ છે. તે દરેક પ્રકારનાં આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. તુટેલી ફુટેલી હિન્દી બોલનારી નોરા ફતેહીને સાડીમાં જોઇ ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. તેને સાડીમાં જોઇ ફેન્સ તેનાં રોયલ લૂકનાં કાયલ થઇ ગયા છે. નોરા ફતેહી ’સ્ટ્રીટ ડાન્સ ૩ડ્ઢ’ ફિલ્મમાં નજર આવી હતી. આ બંને ડાન્સિંગ રિયાલિટી શો ’ડાન્સ દીવાને ૩’માં જજનાં રૂપમાં નજર આવે છે. ધ્મેશ યેલાંડે, તુષાર કપૂર અને શોની હોસ્ટ ભારતી સિંહ- હર્ષ લિંબાચીયાની સાથે મસ્તી કરતી નજર આવી હતી. નોરા ફતેહી આ દિવોસમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભુજઃ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અંગે ચર્ચામાં છે.