કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે મૌન ધરણા કર્યા

179

ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનાં ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગેની વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા અંગેનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં આલીદર ગામની માઘ્યમિક શાળાના શિક્ષકોએ પણ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા કર્યા હતા. જેથી સરકાર સુઘી શિક્ષકોના વ્યાજબી પ્રશ્નો પહોંચે અને તેનો વહેલી તકે ઉકેલ આવે. તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કાળુસિંહ ડોડિયા સાહેબે સમગ્ર જિલ્લામાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરાવે તેવું આહવાન કર્યું હતું. જેથી શિક્ષકોના પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવી શકે તે માટે કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા કાર્યક્રમ કર્યો હતો.

Previous articleભાવનગરની પી.એન.આર. સોસાયટી સંચાલિત હાઈટેક ઈન્ક્‌લુઝિવ હાઈસ્કૂલ દ્વારા શૃંગેરી કર્ણાટકના પ્રાચ્ય ઋષિકુમારનું સન્માન કરાયું
Next articleભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ તથા જિલ્લાના તાલુકા સ્થળો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં