ગત દિવસોમાં કઠુઆ તથા ઉનાવમાં બળાતકારની ઘટનાઓ પ્રકાશમાં આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયેલ અને તેમાં આસીફો નામનીમ ાત્ર આઠ વર્ષની બાળકી પર નરાધમો દ્વારા બળતકાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલ જે ઘટના હૈયુ કંપાવી દે તેવી છે.
જયારે આજરોજ આ ઘટનાઓને પગલે દલીત સમાજના યુવા આગેવાનો દ્વારા ડો. બાબા સાહેબની પ્રતિભા સ્થળેથીમ ૌન રેલી કાઢીને કેન્ડલ માર્ચ કાઢવામાં આવેલ જેમાં રાજકીય આગેવાનો, પાસ સંગઠનના આગેવાનો ન.પા. વિરોધ પક્ષના નગરસેવકો તથા ગ્રામજનો સેંકડોની સંખ્યામાં જોડાયા હતાં. અને રેલી શહેરના રાજમાર્ગો પર ફરીને ડો. બાબા સાહેબની પ્રતિભા પાસે શાંતિ સભા યોજાયેલ. જેમાં આવી ઘટના કે જેને સમગ્ર વિશ્વ વખોડી રહેલ છે તે ઘટના પ્રત્યે કેન્દ્ર સરકારના પ્રસિધ્ધી ભુખ્યા કોઈ નેતા દ્વારા આગળ ચાલીને પીડીત પરિવારો પ્રત્યે આન્ત્વળ નથી અપાયાના આક્ષેપો કરાયા હતાં. ત્યારે બાદ બે મીનીટનુંમ ૌન પાણી આ ઘટના મૃતક દીકરી આસીફાના આત્મને શ્રધ્ધાંજલિ અર્પણ કરી સૌ છુટા પડેલ.