રાજુલા તાલુકાની મહાકાય શીપયાર્ડ ખાતે જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણ પટેલની ટ્રકોના ૪ શખ્સો ફોરવીલ સાથે ધસી આવી મોઢે બુકાની ધારીએ ટ્રકોનો કાચ તોડી રૂા. ર૦ હજારનું નુકસાન આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. મરીન પીપાવાવમાં ફરિયાદ દાખલ કરી છે.
રાજુલા તાલુકાની મહાકાય શિપયાર્ડ રીલાઈન્સ ડીફેન્સ પાસે રામપરા-ર નજીક જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાના ટ્રકોના કાચ કોઈ ૪ જણા તેની ફોરવીલ ગાડીમાં ધુસી આવી રામપરા-ર ખાતે પાર્ક કરેલા ટ્રકના કાચ આડેધડ ઘા મારી કાચ તોડી નાખી રૂા. ર૦ હજારનું નુકશાન કરી આ બાબતે પીપાવાવ મરીન ખાતે ફરિયાદી ટ્રકના ડ્રાઈવર રાજકુમાર વિશ્વનાથ યાદવ નામના ટ્રક ચાલકે ધસી આવેલ ચાર શખ્સોની ફોરવીલ ગાડી નં. જી.જે.૧૪ એઅ ૪પપ૦ નજરે પડતા તેના આરોપીઓ ફરાર થઈ ગયેલ છે. ઉપરાંત ટ્રક ડ્રાઈવરના નિવેદન મુજબ આ ચાર શખ્સોએ પાર્ક કરેલ ટ્રકોને પથ્થરના ઘા મારી કોઈ કારણોસર મારી નાખવાની ધમકી પણ આપી કે હવે પછી અહીંયા આવ્યો છો તો જાનથી મારી નાખીશનું તેવી પણ ફરિયાદ લખાવતા મરીન પીપાવાવ મથકના પીએસઆઈ વાયપી ગોહિલ આ બનાવ અંગે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.