ર૯૬વર્ષ પુર્વે સંવંત ૧૭૭૯ વૈશા સુદ ત્રીજ અખાત્રીજના દિવસે ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી ગોહિલેભ ાવનગરની સ્થાપના કરી હતી. અને ત્યારથીત ેમનો પરિવાર રાજ કરતો હતો. જયારે ભારત દેશ આઝાદ થતા રજવાડાઓના વિલીનીકરણ સમયે તે સમયના ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સૌપ્રથમ પોતાનું ભાવેણું સોંપી મિશાલ કાયમ કરેલી તે ભાવેણાનો આજે વેશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે ર૯૬મો જન્મ દિવસ ઉજવાયો ત્યારેભ ાવનગરના સથાપક રાજવી પરિવારને સમાધી સ્થળે પુષ્પાંજલિ કરી જન્મ દિવસની ઉજવણીનો આરંભ કરાયો હતો. જેમાં સમાધી સ્થ્ળે પુષ્પાંજલિ કર્યા બાદ ટાઉન હોલ, તેમજ નિલમબાગ ખાતેની મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનેભાવેણા જન્મોત્સવ સમિતિ તેમજ ધારાસભ્ય જિતુભાઈ વાઘાણી, મેયર નિમુબેન બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, નગરસેવકો, રાજકીય આગેવાનો નગર શ્રેષ્ઠીઓ, વેપારીઓ સહિતે પુષ્પાંજલિ અપર્ણ કરી હતી.