કોરોના ઇફેક્ટઃ હળવદમાં યોજાયતો પરંપરાગત મેળો રદ્દ

151

હળવદ,તા.૭
કોરોનાની ત્રીજી લહેરના ભયને લઈ હળવદમાં યોજાતો પરંપરાગત મેળો નગરપાલિકા દ્વારા રદ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રાવણ માસમાં હળવદનો મેળો બીજા વર્ષે પણ નહિં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હળવદ સાતમ આઠમના મેળા સહિત દશામાના વ્રતને લઈ યોજાતા ૧૦ દિવસના મેળાને પણ ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો સતત બીજા વર્ષે કોરોનાને લીધે બંધ રહેશે. થાન તાલુકાનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની દહેશતને લીધે તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, મંદિરમાં પરંપરાગત ધ્વજારોહણ, પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો મર્યાદિત લોકોની હાજરીમાં ચાલુ રહેશે. લોકમેળો બંધ રાખવાના નિર્ણયને લીધે મેળામાં આવતા હજારો લોકોને આ વર્ષે પણ નિરાશ થવાનો વારો આવ્યો છે. એકબાજુ સરકારી કાર્યક્રમો, પક્ષના કાર્યક્રમોમાં ભીડ થતી જોવા મળે છે તો બીજી બાજુ જનતાને ભીડ ન કરવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે ત્યારે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી, ભીડ એકઠી ન થાય તે માટે સુરેનદ્રનગર જીલ્લાના લોકમેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Previous articleડોક્ટોરની માંગ ખોટી, માંગ છોડી કામે લાગી જાઓઃ રૂપાણી
Next articleસોમનાથમાં ૨૧ કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનશે, વોક-વેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે