સોમનાથમાં ૨૧ કરોડના ખર્ચે પાર્વતી મંદિર બનશે, વોક-વેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

590

વેરાવળ,તા.૭
જગવિખ્યાત સોમનાથ સાંનિધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ૫૦ કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોક-વે, મ્?યુઝિયમ સહિતના વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ.૨૧ કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્?યાસ એકાદ અઠવાડીયાની અંદર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્?તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શીલાન્?યાસ વિવિઘ થનાર છે. જેને લઈ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આગામી સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. એવા સમયે જ જગવિખ્?યાત સોમનાથ મંદિરના સાંનિધ્યે યાત્રીઓમાં આર્કષણનું કેન્?દ્ર બની રહે તે હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્?દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા અહલ્યાબાય (જુના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) મંદિર પરિસરના વિકાસના કામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનાર પાર્વતી જી મંદિરની શિલાન્?યાસ વિવિધ પ્રઘાનમંત્રી કાર્યાલયમાંથી તારીખ મળ્યા બાદ આગામી ટુંકા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ-શિલાન્?યાસ વિધિ થશે. જે કાર્યક્રમ માટેની તૈયારીઓ સ્?થાનીક વહીવટી તંત્રના સંકલન સાથે ટ્રસ્?ટ દ્રારા હાથ ધરવામાં આવી હોવાનું જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે. પ્રઘાનમંત્રી મોદીના હસ્?તે વર્ચ્‌યુઅલ રીતે થનાર કાર્યક્રમની સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવિણભાઇ લ્હેરીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ સાથે રીહર્સલ પણ થઇ રહ્યુ છે. જેમાં ઇતિહાસમાં અંકિત થઇ જાય તેવી શોભાયાત્રા સોમનાથ સમુદ્ર તટના વોક-વે ઉપર કાઢવાનું આયોજન હોય તેના રીહર્સલના ભાગરૂપે શીશુમંદિર ઇન્ટરનેશનલ સ્કુલના બાળકોની બેન્ડ પાર્ટી દ્રારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્?કુલની સંસ્?થાના ટ્રસ્ટીઓ જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, જે.બી. મહેતા તથા સીબીએસસી સ્કુલના સ્ટાફે તાલીમબદ્ધ માર્ચ પાસ્ટ સાથે ભાગ લીધો હતો.

Previous articleકોરોના ઇફેક્ટઃ હળવદમાં યોજાયતો પરંપરાગત મેળો રદ્દ
Next articleવડોદરામાં તબીબોએ ચોથા દિવસે રેલી યોજી સરકારનો વિરોધ કર્યો