ભારત-ઈંગ્લેન્ડ પહેલી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને જેમ્સ એન્ડરસન વચ્ચે થઈ બોલાચાલી

147

નોટિંગહામ,તા.૭
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજમાં પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. વરસાદના કારણે ત્રીજા દિવસે ફક્ત ૪૯ ઓવરની રમત થઈ શકી હતી. જેમાં ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ૨૭૮ રન જ્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વગર કોઈ નુકસાને ૨૫ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૧૮૩ રન બનાવ્યા હતા અને ભારત હજુ પણ તેનાથી ૭૦ રન આગળ છે. મેચના ત્રીજા દિવસે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો શુક્રવારે બીજા સેશનનો છે. જ્યારે સિરાજ અને બુમરાહ છેલ્લી જોડી તરીકે ક્રિઝ પર હતા. અને ઈંગ્લેન્ડના બોલર્સ તેમને આઉટ કરી શકતા ન હતા. તેનાથી ઈંગ્લેન્ડના ખેલાડીઓ હતાશ હતા. અને કેપ્ટન જો રૂટે ગુસ્સામાં આવીને એન્ડરસનની તરફ થ્રો ફેંક્યો હતો. વિકેટ ન મળતા પરેશાન એન્ડરસને પોતાનો પિત્તો ગુમાવ્યો અને તે સિરાઝ સાથે ઝઘડી પડ્યો હતો. અને તેની અસર તેના ચહેરા પર સાફ દેખાતી હતી. તે હતાશ હતો, જેને કારણે તે સિરાજ સાથે સ્લેજિંગ કરવા લાગ્યો. મેચના ત્રીજા દિવસે બીજા સેશન દરમિયાન ૮૪મી ઓવર પૂરી કર્યા બાદ એન્ડરસને સિરાજની તરફ કાંઈક બોલ્યો હતો. તો બીજી બાજુ સિરાજે પણ આગામી ઓવરમાં તેનો બદલો લીધો હતો. બંનેનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. સિરાજ (૭) અને બુમરાહ (૨૮)એ અંતિમ વિકેટ માટે ૩૩ રનોની મહત્વપુર્ણ પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ૯૫ રનોની લીડ મેળવવામાં સફળ રહ્યા હતા. બાદમાં આલી રોબિન્સને બુમરાહને આઉટ કરીને ઈનિંગનો અંત આણ્યો હતો.

Previous articleબાંગ્લાદેશ સામે સળંગ ત્રણ મેચોમાં હાર મેળવી ઓસ્ટ્રેલિયાએ ૩-૦ થી શ્રેણી ગુમાવી
Next articleમુનમુન દત્તાએ અંબાજીની મુલાકાત કરી, અ’વાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો