ભાવનગર-ધોલેરા માર્ગ પર સવારના સમયે બાઈક લઈ પસાર થઈ રહેલાં દાહોદ જીલ્લાનો યુવાને કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમને સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા, હઠીલા ફળીયા ખાતે રહેતા વલ્લભાઈ બચુભાઈ હઠીલા ઉ.૨૫ આજે સવારનાં સમયે બાીક નં. જી.જે.૨ બી.એલ. ૦૮૨૩ લઈ ભાવનગર ધોલેરા અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.