તિર્થનગરી પાલીતાણા ખાતે આજે યોજાયેલ વર્ષીતપના પારણા હર્ષઉલ્લાસ સાથે ઉજવાયા. વહેલી સવારે વર્ષીતપના આરાધકો શેત્રુંજય પર્વતની યાત્રા કરી ઋષભદેવ દાદાની શેરડીના રસની પ્રક્ષાલ કર્યા ધન્યતા અનુભવી આજે ઋષભદેવ (આદિનાથ)દાદાનું પ્રક્ષાલનું ઘી ૧પ,૦૩,૦૦૦ મણ બોલાયું હતું. કુલ ૧ હજારથી વધુ તપસ્વીઓએ ઈસુરસથી પારણા કર્યા હતા. આ વર્ષે અંદાજે ૧૮ હજાર જેટલા યાત્રિકો થયાનો અંદાજ છે. શેઠ આ.ક. પેઢી દ્વારા જે આયોજન હતું તે પારણા ભુવન ખાતે થયું હતું ત્યાં બેલઝીયનના એનઆરઆઈ ગુજરાતી ૧૮ તપસ્વીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેથી પેઢી સામે અન્ય તપસ્વીઓ માટે અલગ વ્યવસ્થા કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળેલ ત્યારે જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ દ્વારા જયન્તગીરી પારણા ભુવન ખાતે પૂણ્યસમ્રાટ શ્રીમદ વિજય જયન્તસેન સુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ગચ્છાધિપતિ શ્રીમદ વિજય નિત્યસેનસુરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. જયરત્ન સુરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં પ૦ સાધુ-સાધ્વીજી ભગવંત તેમજ ૬૦૦થી વધુ આરાધકોએ શેરડીના રસથી પારણા રહ્યાં હતા.