જીવને શિવમા એકાકાર કરતાં પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ

165

શહેર-જિલ્લાના શિવાલયોમાં ગુંજશે હરહર મહાદેવનો નાદ : ત્રણ પ્રહરની પૂજા થકી શિવભક્તો પરભવનુ ભાથું બાંધશે
દેવાધિદેવ મહાદેવની ભક્તિ-ઉપાસના નો અનોખો માસ એટલે શ્રાવણ માસ આ શ્રાવણ માસનો આજથી પ્રારંભ થશે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠશેએક માસ સુધી ચોમેર ધર્મ-આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે શ્રાવણ માસનાં પ્રારંભ સાથે શ્રધ્ધાળુઓ માં ભારે ખુશી જોવા મળી રહી છે.દર વર્ષે શ્રાવણ માસનાં આરંભ સાથે ગોહિલવાડ માં ધર્મ-ભક્તિ સાથે લોકો માં આસ્થાની ખાસ રંગત જોવા મળે છે સકળ સૃષ્ટિમાં જીવને શિવ સાથે એકાકાર કરતો માસ એટલે પવિત્ર પાવન શ્રાવણ માસ ૮૪ લાખ યોની ના ભવ સાગર માથી મુક્તિ મેળવવા માટે દેવાધિદેવ મહાદેવ ની ભક્તિ ખૂબ જ સરળ છે અને જે જીવ મહાદેવની ભક્તિ-શરણું લે એનાં તમામ સંકટો આધિ-વ્યાધિ ઉપાધિ સાથે ભવ સાગરનાં બંધન માથી મુક્ત કરી શિવ પોતાના શરણમાં આશરો આપે છે ફક્ત બિલ્લિપત્ર સાથે એક લોટા જળથી ભગવાન આશુતોષ પ્રસન્ન થાય છે હિંન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ માં સૌથી સરળ ભક્તિ-પૂજા મહાદેવની છે સૃષ્ટિ ના લય-પ્રવય ના કારક અને તમામ દેવો ના દેવ એટલે દેવાધિદેવ મહાદેવ પૌરાણિક કથાઓ-ગ્રંથોમાં મહાદેવજી નો મહિમા ખૂબ વર્ણવ્યો છે

આ સંસારનો ગમે તેવો પતિત પણ મહાદેવની પૂજા- અર્ચના કરી ભગવાન શિવ ને પ્રસન્ન કરી શકે છેદર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસનાં આગમન સાથે ભાવેણું જાણે શિવ મય બની જાય છે હજારો શિવભક્તો ભોળા ભાવે ભગવાન ભોળાનાથ ને ભજી પોતાની જાતને ધન્ય કરે છેઆજરોજ પવિત્ર શ્રાવણ માસ ના આરંભ સાથે શહેર-જિલ્લામાં આવેલ નામી અનામી શિવાલયોમાં શિવભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી શિવાલયોને રંગરોગાન સાથે સુંદર રોશની થી ઝળહળતા કરવામાં આવ્યાં હતાં ગત વર્ષે કોરોના મહામારી નો ભારે પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો આથી શ્રાવણમાસ ની ઉજવણી ફિક્કી બની હતી પરંતુ આ વર્ષે શહેર-જિલ્લો કોરોના ની અસરથી સંપૂર્ણ પણે મુક્ત હોય લોકો માં પણ અનેરી આસ્થા જોવા મળી રહી છે ભાવનગર જિલ્લામાં આવેલ પ્રખ્યાત શિવાલયો જેમાં તળાજા તાલુકામાં આવેલ સાગરતટે બિરાજમાન ગોપનાથ મહાદેવ, સિહોર ડુંગર માળમા બિરાજતા ગૌતમેશ્ર્‌વર મહાદેવ શહેરમાં આવેલ જશોનાથ મહાદેવ, ભીડભંજન નારેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં આ શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ત્રણ પ્રહરની મહાપૂજા સવાલાખ બિલીપત્ર નો અભિષેક અખંડ શિવપંચાક્ષર જાપ મહામંત્ર ના અખંડજાપ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઘોઘા તાલુકામાં આવેલ કોળીયાક ગામનાં સમુદ્રમાં પાંડવો એ સ્થાપિત કરેલ નિષ્કલંક મહાદેવ ના સાનિધ્યમાં આખો શ્રાવણમાસ ભાવિક ભક્તો નો અવિરત પ્રવાહ શરૂ રહેશે તો આ બાબતને લઈને જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા પણ તકેદારી તથા લોક ઘસારાને પહોંચી વળવા વ્યવસ્થા ના આગવા પગલાં ઓ લેવામાં આવ્યા છે.

વ્રત-ઉપવાસનું વિશેષ મહાત્મ્ય
સામન્યતઃ દર વર્ષે ભાવેણામા શ્રધ્ધાળુઓ ચાર્તુમાસ નિમિત્તે સાડાચાર માસનાં ઉપવાસ એકટાણા રાખતાં હોય છે પરંતુ શિવભક્તો સમગ્ર શ્રાવણમાસ દરમ્યાન ઉપવાસ એકટાણા દ્વારા મહાદેવની ઉપાસના કરતાં હોય છે ધર્મ અને આરોગ્ય ની દષ્ટિએ ઉપવાસ-એકટાણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે જોકે આજકાલ લોકો આ વ્રત-ઉપવાસ ને પણ ધંધાદારી પ્રવૃત્તિ સાથે જોડી દિધું છે આથી શ્રાવણમાસ માં ફરાળ માટે સેકડો વાની-વેરાઈટીઓ ઉપલબ્ધ બની છે….!

Previous articleઆઝમ ખાનને ફસાવનાર અધિકારીઓને સારી પોસ્ટિંગ આપવામાં આવે છેઃ અખિલેશ યાદવ
Next articleભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’ સરદારનગર ખાતે ‘શહેરી જન સુખાકારી દિવસ’નો કાર્યક્રમ યોજાયો