રાજુલાના પીપાવાવ ધામે રહેતા અને અભ્યાસ કરતો યુવક મિત્ર સાથે માછીમારી કરવા જતા અકસ્માતે ખાડીમાં પડી જતા કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતે યુવક ખાડીમાં પડી જવાની ઘટના રાજુલાના વિક્ટર – પીપાવાવ ધામ નજીક આવેલ દરિયાઈ ખાડીમાં પીપાવાવ ધામે રહેતા અને અભ્યાસ કરતો સંતોષ ભાગુભાઈ ગુજરિયા ઊ. આશરે ૧૬ વર્ષ જેવો પોતાના મિત્ર સાથે બપોરના એક વાગ્યાના સુમારે જીગાં ફાર્મ પાછળ આવેલ ખાડીમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક ભરતીનું પાણી વધી જતા યુવક પાણીમાં ગરકાવ થયને ડુબી ગયો હતો. જ્યારે સાથી મિત્ર તરતા આવડતું હોવાથી નીકળી ગયો હતો અને ગામમાં જઈને ઘરે જાણ કરતા યુવકના વાલીઓ તેમજ ગ્રામજનો દોડી ગયા હતા અને શોધ ખોળ હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ માજી ધારા સભ્ય હીરાભાઈ સોલંકી, ભાવેશભાઈ સોલંકી, મામલતદાર જે.બી. કોરદીયા, નાયબ મા જે.બી. બોરીસાગર, મરીન પોલીસ પીએસઆઈ, વિક્ટરના સરપંચ મહેશભાઈ મકવાણા, નિગળાના સરપંચ હરસુરભાઈ લાખોતણા, કમલેશભાઈ મકવાણા સહિત વિક્ટર અને પીપાવાવના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને શોધ ખોળ હાથ ધરી હતી ત્યારે પણ પાણીનો ભરાવો હોવાથી લાશ મળી ના હતી ત્યારે વિક્ટર માજી સરપંચ રાજુભાઇ મકવાણા સહિતની ટીમ દ્વારા બોટ લાવીને અને સ્થાનિકો તેમજ હીરાભાઈ સોલંકી, ભાવેશભાઈ સોલંકી, પીપાવાવના મહંત તેમજ સ્થાનિક ૨૦ યુવકો ખાડીમાં જમ્પ લાવીને શોધ ખોળ કરતા આખરે ૫ કલાકની જહેમત બાદ લાશ હાથ આવી હતી. યુવકને પીએમ અર્થે રાજુલા ખસેડવામાં આવી હતી ત્યારે અહીં આશાસ્પંદ યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજતા નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ જોવા મળ્યો હતો.