ભાવનગર શહેરના પ્રેસરોડ પર પગપાળા પસાર થઈ રહેલ એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે સર.ટી હોસ્પિટલ પોલીસ ચોકીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ ભાંગના કારખાના પાસે દલિત વસાહત માં રહેતો અને મજૂરી કામ કરતો કમલેશ કાળુભાઇ સરધારા ઉ.વ ૩૦ આજે સવારના સમયે ઘરેથી પગપાળા ચાલીને મજૂરી કામે જવા નિકળ્યો હતો એ દરમ્યાન અગરીયાવાડ-પ્રેસરોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવાન કમલેશ ને અડફેટે લેતાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી આથી પરિવાર સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં એડમિટ કર્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું આ અંગે મૃતકના મોટા ભાઈ મહેશ એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વાહન સાથે નાસી છુટેલ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.