ઇસરો અંતરિક્ષમાં ભારતના ચોકીદારને તૈનાત કરશે

108

આઝાદીના જશ્ન પહેલા ISRO આપશે ખુશખબર : ઇસરોએ કહ્યું કે, ઈઓએસ-૦૩નું પ્રક્ષેપણ ૧૨ ઓગસ્ટે સવારે પાંચ કલાક ૪૩ મિનિટ પર કરવામાં આવશે
નવી દિલ્હી, તા.૮
સ્વતંત્રતા દિવસનો જશ્ન આ વખતે ડબલ થવાનો છે, કારણ કે ભારત આકાશમાં વધુ એક છલાંગ લગાવવા તૈયાર છે. આઝાદીના જશ્નની તૈયારીઓ વચ્ચે ૧૨ ઓગસ્ટના ઇસરો અંતરિક્ષમાં ભારતના ચોકીદારને તૈનાત કરવાનું છે. હકીકતમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO) ના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આગામી સપ્તાહે જીએસએલવી-એફ ૧૦ દ્વારા ધરતી પર નજર રાખનાર ઉપગ્રહ ઈઓએસ-૦૩નું પ્રક્ષેપણ કરવામાં આવશે. તેના પ્રક્ષેપણથી ભારતને ફાયદો મળવાનો છે. ઇસરોએ કહ્યું કે, પ્રક્ષેપણ ૧૨ ઓગસ્ટે સવારે પાંચ કલાક ૪૩ મિનિટ પર કરવામાં આવશે. પરંતુ તે હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે. ઈઓએસ-૦૩ અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જેને જીએસએલવી એફ ૧૦ યાનની મદદથી ધરતીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહે છે તો ભારતની તાકાતમાં વધુ વધારો થશે અને હવામાન સંબંધી ગતિવિધિઓને સમજવામાં વધુ સરળતા રહેશે. જાણવા મળી રહ્યું છે કે જીએસએલવી ઉડાન ઉપગ્રહને ૪ મીટર વ્યાસ-ઓગિસ આકારના પેલોડ ફેયરિંગમાં લઈ જશે, જેને રોકેટ પર પ્રથમવાર ઉડાવવામાં આવી રહ્યું છે, જેનાથી અત્યાર સુધી અંતરિક્ષમાં ઉપગ્રહ અને ભાગીદાર મિશનોને તૈનાત કરનાર ૧૩ અન્ય ઉડાનો સંચાલિત કરી છે. તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ઈઓએસ-૦૩ ઉપગ્રહ એક દિવસમાં દેશની ચાર-પાંચ વાર તસવીર લેશે, જે હવામાન અને પર્યાવરણ પરિવર્તનથી સંબંધિત મુખ્ય ડેટા મોકલશે. એટલું જ નહીં આ ર્ઈંજી-૦૩ ઉપગ્રહ ભારતીય ઉપમહાદ્વીપમાં પૂર અને ચક્રાવત જેવી કુદરતી આપદાઓનું લગભગ રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં સમક્ષ હશે કારણ કે આ મુખ્ય પર્યાવરણીય અને હવામાન પરિવર્તનથી પસાર થાય છે. મહત્વનું છે કે આ પહેલા ૨૮ ફેબ્રુઆરીએ ઇસરોએ વર્ષના પ્રથમ મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. ભારતનું રોકેટ ૨૮ ફેબ્રુઆરીએ શ્રીગરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રથમવાર બ્રાઝિલના ઉપગ્રહને લઈને રવાના થયું હતું. બ્રાઝિલના એમેજોનિયા-૧ અને ૧૮ અન્ય ઉપગ્રહોને લઈને ભારતના પીએસએલવી સી-૫૧એ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી હતી.

Previous articleશહેરના પ્રેસરોડ પર અજાણ્યા વાહન અડફેટે શ્રમજીવી યુવાનનું મોત નિપજ્યું
Next articleદેશમાં સતત બીજા દિવસે ૪૦ હજારથી ઓછા કેસ