ઉસરડ ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

1134
bvn1942018-2.jpg

સિહોર તાબેના ઉસરડ ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર લઈ પસાર થઈ રહેલા માલણકા ગામના શખ્સને સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે વોચમાં રહી કારને ઝડપી લીધી હતી. સિહોર પોલીસ સ્ટેશનના ઈ/ચા પો.ઈન્સ. પી.આર. સોલંકી તથા પોલીસ સ્ટાફના એચ.સી. મહેતા, ભરતભાઈ ગોહેલ, રમેશભાઈ છેલાણા, પદુભા ગોહિલ, જયતુભાઈ દેસાઈ, હરપાલસિંહ ગોહિલ, અશોકસિંહ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, તરૂણકુમાર બારોટ, મહેશગીરી ગૌસ્વામી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ઉસરડ ગામ પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવતા એક ફોરવ્હીલ અલ્ટો કાર નં.જીજે ૦૪ સીજે રપ૮પ શંકાસ્પદ જણાતા તેને ઉભી રાખી તેના ચાલકનું નામઠામ પુછતા હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ રહે.માલવણ ગામ તા.સિહોરવાળો હોવાનું જણાવતા કારમાંથી દેશી દારૂ લીટર ર૦૦ કિ.રૂા.૪૦૦૦ તથા કારની કિંમત ૬૦૦૦૦ કુલ કિ.રૂા.૬૪૦૦૦ના મુદ્દામાલ મળી આવતા મજકુર ઈસમ વિરૂધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ. આ કામની આગળની તપાસ હે. કોન્સ. ભરતભાઈ ગોહેલ ચલાવી રહ્યાં છે અને અન્ય માલવણ ગામના ઈસમોના નામ તપાસમાં ખુલે તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleપીપાવાવ ધામની ખાડીમાં ડૂબી જતા કિશોરનું મોત
Next articleસોનગઢમાં બાહુબલી ભગવાનની વિરાટ પ્રતિમા આરોહણમાં થયો યાંત્રિક ખોટકો