કાબૂલ,તા.૮
અમેરિકન વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પ પર હવાઈ હુમલો કર્યો છે. અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારીના મતે આ દરમિયાન તાલિબાનને મોટુ નુકસાન થયું છે. શેબરધન શહેરમાં વાયુસેનાએ તાલિબાનની સભાઓ અને ઠેકાણાને બી-૫૨ બોમ્બવર્ષાથી નિશાન બનાવ્યા, જેમાં આતંકવાદી સંગઠનના લગભગ ૫૦૦થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. અફઘાન રક્ષા મંત્રાલયના એક અધિકારી ફવાદ અમને ટ્વીટ કર્યું કે આજે સાંજે વાયુ સેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યા. અમેરિકન વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન થયું છે. શેબરધન શહેરમાં ૨૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તેના હથિયાર-દારૂગોળા સહિત ૧૦૦થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે. સ્થાનિક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ગણાવી છે. તાલિબાને શુક્રવારે દક્ષિણી-પશ્ચિમી અફઘાનિસ્તાનમાં નિમરોજ પ્રાંતની રાજધાની પર કબજો કરી લીધો. આની પહેલા એક પાકિસ્તાની રાષ્ટ્રીય આતંકવાદીને ગજની પ્રાંતીય કેન્દ્રના બહારના વિસ્તારમાં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. તે આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. સરકારી દળોની સાથે સપ્તાહના હિંસક ઘર્ષણ બાદ ઉતરી અફઘાનિસ્તાનમાં જાવજાન પ્રાંતની રાજધાની પર તાલિબાને પોતાનો કબજો જમાવી લીધો. અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું કે રણનીતિક શહેર શેબરધન છેલ્લા બે દિવસથી તાલિબાનને અધીન થનારી બીજી પ્રાંતીય રાજધાની છે. સ્થાનીક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, તે આ મામલા પ્રત્યે ઉદાસીન રહી છે. મીડિયા રિપોર્ટમાં શુક્રવારે કહેવામાં આવ્યું કે જાહેર વિદ્રોહી દળોના ૧૫૦ સભ્ય જમીન પર અન્ય દળની મદદ માટે શેબરધન પહોંચ્યા છે. તાલિબાને શુક્રવારે દક્ષિણી-પશ્ચિમી અફઘાનિસ્તાનમાં નિમરોજ પ્રાંતની રાજધાની પર કબજો કરી લીધો.