લાલુ પરિવારમાં ડખ્ખાઃ તેજ પ્રતાપના પોસ્ટરમાંથી તેજસ્વીની તસ્વિર ગાયબ

104

પટના,તા.૮
લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં એકવાર ફરીથી શીત યુદ્ધ જોવા મળી રહ્યુ છે. આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે આરજેડીએ પટનાના માર્ગ પર લગાવેલા પોસ્ટરમાંથી તેજસ્વી યાદવની તસવીર ગાયબ હતી. આ પોસ્ટરમાં લાલુ અને રાબડીની તસવીર તો જોવા મળી રહી છે પરંતુ તેજસ્વીની નથી. આ પોસ્ટર માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ પટનામાં પાર્ટી ઓફિસ પર પણ લગાવવામાં આવ્યા છે. આઠ ઓગસ્ટે તેજપ્રતાપે આરજેડીની બેઠક બોલાવી હતી જેમાં સંગઠન સાથે જોડાયેલા તમામ પદાધિકારીઓને ઉપસ્થિત રહેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપલક્ષ્યમાં તેજપ્રતાપના સમર્થકોએ પટનામાં કેટલીક જગ્યા પર પોસ્ટર લગાવ્યા છે. જેમાં તેજસ્વી યાદવને સ્થાન આપવામાં આવ્યુ નથી. જોકે આ પોસ્ટર પર લાલુ યાદવ અને રાબડી દેવી હાજર છે. વિદ્યાર્થી રાજદના પ્રદેશ અધ્યક્ષ આકાશ યાદવની પણ તસવીર લાગેલી છે. ઉલ્લેખનીય છે કે ૧૧ જૂને પાર્ટીના ૨૫મા સ્થાપના દિવસે લગાવાયેલા પોસ્ટરમાંથી તેજ પ્રતાપ યાદવની તસવીર ગાયબ હતી. હવે અટકળ લગાવાઈ રહી છે કે આ પોસ્ટરની આડમાં રાજકીય બદલો તો નથી ને. જાણકારી અનુસાર તેજ પ્રતાપ પોસ્ટરમાં સ્થાન ન મળવાથી નારાજ હતા અને આ જ નારાજગી સ્ટેજ પર પણ જોવા મળી હતી.

Previous articleઝારખંડ પોલીસે નક્સલી વિસ્તારમાં ૧૪ લેન્ડ માઇન્ડને નિષ્ક્રિય કરાઇ
Next articleશશી થરુરે સરકારના વેક્સિનેશન અભિયાનના ભરપેટ વખાણ કર્યા