તિર્થસ્થાન સુવર્ણપુરી સોનગઢમાં આજે બાહુબલી ભગવાનની વિરાટ મૂર્તિમાં યાંત્રિકો ખોટકો સર્જાતા આરોહણ થઈ શકેલ નથી. અહીં ઉમટેલા મુમુક્ષુ ભાઈ-બહેનો અને સંસ્થાના મોભીઓ સ્વાભાવિક હતાશ જોવા મળ્યા હતા. શ્રાવણ બેલગોડા (કર્ણાટક)ના બાહુબલી જેવા જ આબેહુબ ભાવવાહી ખડગ્રાસન પ્રતિમાનું તિર્થસ્થાને સુવર્ણપુરી સોનગઢમાં આજે આરોહણ મુર્હુત લેવાયું હતું.
આજે અક્ષય તૃતિયાના દિવસે સવારે ૮-૧પ કલાકથી અહીં નિર્માણ થયેલ જંબુદ્વિપ-બાહુબલી સંકુલમાં પહાડ પર બાહુબલી ભગવાનની વિરાટ પ્રતિમા નીચેથી વિશિષ્ટ રીતે લોખંડના માળખામાં ગોઠવી તેમના સ્થાન પર આરોહણ સ્થાપન થનાર હતું. ભાવિકો સાથે સોનગઢના કાર્યકર્તાઓ મંગળવારની રાત દરમિયાન આયોજનના ઈજનેરો દ્વારા ખૂબ તૈયારીઓ થઈ હતી પરંતુ માળખા સાથેના આંકડિયા ખુલી જતા-તુટી જતા પ્રતિમાજીને ખેંચી શકવામાં અવરોધ થયો હતો. આ વિરાટ ખડગ્રાસન પ્રતિમા આમ યાંત્રિક ખોટકો સર્જાતા આરોહણ થઈ શકેલ નથી. જો કે આ અવરોધીએ કશુક નિમિત હશે. એટલે જે થયું તે યોગ્ય જ ગણવું રહ્યું તેમ શ્રધ્ધા અને આસ્થાભાવ સૌ વ્યક્ત કરતા હતા.