દશેરાથી પ૦ શહેરી બસ સેવા નાગરિકોની સેવામાં દોડશે 

2119
gandhi2392017-6.jpg

ગાંધીનગરમાં બંધ થઈ ગયેલ વીટકોસ બાદ પ્રથમ વખત નવી પ૦ બસો સાથે શહેરી બસ સેવા શરુ કરવામાં આવશે. દશેરાના દિવસે ગાંધીનગર નાગરિકો માટે બસનું લોકાર્પણ કરવામાં આવશે. શરૂઆતમાં પ૦ નવી મીની કે મીડી સીએનજી બસ ગાંધીનગરના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેર અને આસપાસના ગામડાઓના નાગરિકોને શહેરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં આ બસ સેવા ૭ વર્ષ સુધી ચલાવવામાં મનપાને શરૂઆતના વર્ષમાં ર.૮૦ લાખથી શરૂ કરીને સાતમાં વર્ષે પ લાખથી વધુ રકમ મળશે. આમ સાત વર્ષમાં કુલ ર૬ લાખ જેટલી આવક મનપાને શહેરી બસ સેવાના કોન્ટ્રાકટર તરફથી આપવામાં આવશે. છ મહિના સુધીમાં બીજી રપ બસો ઉમેરી કુલ ૭પ બસો એક વર્ષમાં શહેરના નાગરિકો માટે શહેરી બસ સેવામાં મુકવામાં આવવાની શરત પણ ટેન્ડર આપનાર કંપનીને કરવામાં આવી છે. વધુ સારી શહેરી બસ સેવાથી નાગરિકોને સુવિધા મળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.પથિકાશ્રમ થી અડાલજ વાયા ઘ-૦, પથિકાશ્રમ, ઉવારસદ, ડેન્ટલ કોલેજ, અડાલજ, બાલાપીર, અડાલજ વાવ
પથિકાશ્રમ થી ચાંદખેડા વાયા ઘ-૩, ઘ-ર, ઘ-૦, સરગાસણ ચોકડી, તારાપુર, ઉવારસદ ચોકડી, બાલાપીર, લખ્પતરુ, ઝુંડાલ, ચાંદખેડા, 
પથિકાશ્રમ થી ઉનાવા વાયા ઘ-૪, ઘ-પ, ઘ-૬, ગ-૬, ખ-૬, ટાટા ચોકડી, ડી-માર્ટ, ક-૭, રાંધેજા ચોકડી, બાપુ કોલેજ, વાસણિયા મહાદેવ, ઉનાવા
ઘ-૦ થી પેથાપુર વાયા ઘ-૦, ઘ-૧, ઘ-ર, ઘ-૩, ઘ-૪, ઘ-પ, ઘ-૬, સેકટર – ર૮ ગાર્ડન, પ્રેસ સર્કલ(ઘ-૭), ચરેડી ચોકડી, પેથાપુર
પથિકાશ્રમ થી  ચિલોડા, ઘ-૩, ચ-૩, વિધાનસભા, જિલ્લા પંચાયત, ચ-પ, ચ-૬, છ-૬, અક્ષરધામ, સેકટર – ૩૦ સર્કલ, લેકાવાડા, આલમપુર, ચિલોડા
પથિકાશ્રમ થી પીડીપીયુ વાયા ઘ-૩, ઘ-ર, ઘ-૧, ઘ-૦, રક્ષાશક્તિ સર્કલ, સ્વામિનારાયણ ધામ, સીટી પલ્સ, રાયસણ, ભાઈજીપુરા, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પીડીપીયુ
પથિકાશ્રમથી ઈન્દિરાબ્રીજ વાયા ઘ-૩, ઘ-ર, ઘ-૧, ઘ-૦, રક્ષાશક્તિ સર્કલ, સ્વામિનારાયણ ધામ, સીટી પલ્સ, રાયસણ, કોબા, ભાટ, એપોલો, ઈન્દિરાબ્રીજ
પથિકાશ્રમ થી વૈષ્નોદેવી વાયા ઘ-૩, ઘ-ર, ઘ-૧, ઘ-૦, સરગાસણ, તારાપુર, ઉવારસદ ચોકડી, મહારાજા હોટેલ, ખોરજ, અદાણી કંપની, વૈષ્નોદેવી સર્કલ.
પથિકાશ્રમ થી કોલવડા વાયા ઘ-૩, ઘ-૪, ઘ-પ, ઘ-૬, સે. -ર૪ ચોકડી, ટાટા ચોકડી, કોલવડા ત્રણ રસ્તા, કોલવડા ગામ. 
પથિકાશ્રમ થી સર્ક્યુલર – ૧ વાયા ઘ-૩, સે. ૧ર શોપીંગ, સે.૧૩ મહાત્મા મંદિર, સે.૧૪ એલડીઆરપી કોલેજ, ખ-પ, કોલવડા નગર, ગ-પ, ઘ-પ, સે.૧૭-રર સ્ટેન્ડ, ચ-પ, જુના સચિવાલય, સે. ર૧ પોલીસ સ્ટેશન, માઉન્ટ કાર્મેલ સ્કુલ, રાજશ્રી સિનેમા, સે. ર૦ હરિધામ, અક્ષરધામ 
પથિકાશ્રમ થી સર્ક્યુલર – ર વાયા સરગાસણ ચોકડી, ખ-રોડ ચોકડી, સે. ૪ ચોકડી, ગ-૧ સર્કલ, સે. ૩/એ ન્યુ સ્ટેન્ડ, સે.૩, સે. ૪ હનુમાન મંદિર, ઓમકારેશ્વર મંદિર, ઘોઘા સ્ટેન્ડ, સે.૪-પ સ્ટેન્ડ, સે. પ/એ અંબાજી મંદિર, ખોડિયાર મંદિર, સે. પ/સી એમઆરએફ, સે. ૧ર-૧૩ ચોકડી, ઘ-૩, પથિકાશ્રમ,  ઘ-૪, ઘ-પ, ઘ-૬, ચ-૬, પંચદેવ મંદિર, સે. ર૧. 
પથિકાશ્રમ થી સર્ક્યુલર – ૩ વાયા ઘ-૩, ગ-૩, ખ-૩ સે. ૧૩ છાપરા, ગાંધી મંદીર, સે. ૧૪ બાયપાસ, સે.૧૪-૧પ ચોકડી, ખ-પ, ગ-પ, સે. ર૩-ર૪ ચોકડી, સે. ર૭-ર૮, આદીવાડા, ડીએસપી ઓફીસ, ખ-૭, ગવર્નમેન્ટ એન્જિ. કોલેજ, પશુ જૈવિક કોલેજ, ચરેડી, જીઈબી, અંતિમધામ, સે.૩૦ સર્કલ, અક્ષરધામ, સે.ર૧-૩૦ સર્કલ, સે. ર૧ માર્કેટ. 
પથિકાશ્રમ થી સર્ક્યુલર – ૪ વાયા રેલ્વે સ્ટેશન, મહાત્મા મંદિર, ઉદ્યોગ ભવન, બીએસએનએલ ઓફિસ, ચ-૩, અરણ્યભવન, બિરસા મુંડા ભવન, એરફોર્સ, સાગર ભવન, છ-૪, સચિવાલય. 
પથિકાશ્રમ થી વિસત વાયા ઘ-૩, ઘ-ર, ઘ-૧, ઘ-૦, ટીસીએસ, રિલાયન્સ ચોકડી, રક્ષાશક્તિ સર્કલ, સ્વામિનારાયણ ધામ, ધોળેશ્વર, રાંદેસણ, કુડાસણ ચોકડી, રાયસણ, ભાઈજીપુરા, પ્રેક્ષાભારતી, કમલમ, કોબા સર્કલ, નભોઈ, સુઘડ અમિયાપુર, રીંગરોડ, તપોવન સર્કલ, અશોકવિહાર સર્કલ, ઓએનજીસી સર્કલ, ડી-માર્ટ, વિશ્વકર્મા મંદિર, વિસત.
પથિકાશ્રમ થી સર્ક્યુલર – પ વાયા ઘ-ર, સે. ૭, ચૌધરી કોલેજ, સે. ૭ શોપીંગ સેન્ટર, સે. ૭-૮ બસ સ્ટેન્ડ, પ્રાથમિક તાલીમ કેન્દ્ર, સે.૧ ગાયત્રી શક્તિપીઠ, સે. ર સ્વામિનારાયણ મંદિર, સે. ર શોપિંગ. 

Previous articleબોલ મારી અંબે…જય જય અંબે…
Next article વિકાસના મોટા ભાગના કામોને મંજુર કરતી સ્ટેન્ડિંગ કમિટી