રાજકોટમાં ડીજીના સીઆઇ સેલે દરોડા પાડી પાંચને ક્રિકેટ સટ્ટો રમાતા ઝડપી પાડ્યા

158

રાજકોટ,તા.૮
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી ડી.જી.ના સીઆઇ સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સ્થળ પર પહોંચતા તેને પણ બેસાડી દેવાયા હતા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નામચીન બુકી દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડાતો હોવાની ચોક્કસ માહિતી મળતાં શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યાના અરસામાં ગાંધીનગરથી સીઆઇ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશના મેચ પર સટ્ટો રમાડતા ૫ શખસ ઝડપી લીધા હતા. તેમજ ૩.૬૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સીઆઇ સેલની ટીમને જોતા જ બુકી પણ અચંબિત થઇ ગયો હતો અને તેણે પોતાના લાગતા વળગતા પોલીસને ફોન કરી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ડી.જી.ની સ્ક્વોડ હોવાથી સ્થાનિક પોલીસે મધ્યસ્થી બનવાથી હાથ ઊંચા કરી દીધા હતા. ઝ્રૈંની ટીમે દીપક ચંદારાણા અને અલ્લાઉદ્દીનની ધરપકડ કરવાની બાકી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ પણ દરોડા સ્થળે પહોંચ્યા હતા, સટ્ટાની રેડ ચાલુ હતી ત્યારે બે કોન્સ્ટેબલ આવતા સીઆઇ સેલના સ્ટાફે તે બન્નેને બેસાડી દીધા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નામચીન બુકી સહિત પાંચ શખસને સીઆઇ સેલે ધરપકડ કરી હતી. ફરિયાદમાં દીપક ચંદારાણાના નામ-એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે અલ્લાઉદ્દીનના નામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની અટક કે એડ્રેસ સહિતની માહિતીનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી.

Previous articleયેદિયુરપ્પાને રાજ્યના કેબિનેટ મંત્રીને મળતી તમામ સુવિધાઓ મળતી રહેશે
Next articleઅખિલેશને મુલાયમ સિંહ ટીપૂ કહીને બોલાવે છે તો શું વાંધે છેઃ ભાજપ