આજે સવારે ૧૦/૦૦ કલાકે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ભાવનગરના રસાલા કેમ્પ સ્થિત શાળા નં. ૨૮ ના નવા બિલ્ડીંગ સહિત ૮ નવા વર્ગ ખંડો કે જે છ માસના સમયગાળામાં રૂપિયા ૫૦ લાખના ખર્ચે નિર્માણ પામશે તેનું ભુમિપુજન કરાયુ હતુ.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે શાળાના મકાનના નવીનીકરણ થકી શિક્ષણ લક્ષી પાયાની સુવિધા વધશે. રાજ્ય સરકાર આર. ટી. ઈ. કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો ભરવા કટિબદ્ધ છે. આ ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ મેળવનારા ગરીબ વિધાર્થીઓને દર વર્ષે ધોરણ ૦૧ થી ધોરણ-૦૮ સુધી રૂપિયા ૩ હજારની સહાય ડ્રેસ સહિતની વસ્તુ ખરીદવા માટે આપવામા આવે છે. આમ ગરીબ વિધાર્થીઓ અમીર વિધાર્થીની સાથે માનભેર રહીને અભ્યાસ કરી શકશે.
આ કાર્યક્રમમાં મેયર નિમુબેન, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, વાઈસ ચેરમેન મહેન્દ્રસિંહ, શાસક પક્ષના નેત યુવરાજસિંહ, શહેર અગ્રણી સનત મોદી,પ્રાથમિક શાસનાધિકારી જે. એન. ત્રિવેદી, હીરાબેન વિંઝુડા, સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિધાર્થીઓ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.