હુમા કુરેશી ફ્લાઇટ ચૂકી જતા એરલાઈન્સ કંપની પર ભડકી

172

મુંબઈ,તા.૮
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીએ રવિવારે એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેના કારણે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને એરલાઈન્સ કંપની પર ભડકી હતી. હુમા કુરેશી આજકાલ તેની આગામી ફિલ્મ બેલ બોટમને કારણે ચર્ચામાં છે. તે ફિલ્મ માટે પ્રમોશન કરી રહી છે. હુમા કુરેશીએ ફિલ્મના પ્રમોશન માટે મુસાફરી કરવાની હતી રવિવારે સવારે તેની સ્પાઇસ જેટની ફ્લાઇટ હતી. જેના કારણે અભિનેત્રી સવારે ૫.૩૦ વાગ્યાથી એરપોર્ટ પર હાજર હતી, પરંતુ તે પોતાની ફ્લાઇટ લઇ શકી નહોતી. ત્યારબાદ હુમા કુરેશીએ સો.મીડિયા દ્વારા સ્પાઈસ જેટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર સ્પાઇસ જેટ પર ગુસ્સો વ્યક્ત કરતા હુમા કુરેશીએ લખ્યું કે, ’હું અહીં સવારે ૪ઃ૩૦ વાગ્યાથી છું. મે સ્પાઇસજેટની પ્રણામ સર્વિસમાંથી ટિકિટ બુક કરી હતી. હું સવારે ૫ઃ૩૦ વાગ્યાથી કાઉન્ટર પર છું પરંતુ સવારે ૬ઃ૩૦ વાગ્યે મારી ફ્લાઇટમાં બેસી શકી નથી. આ એક કલાક આ રીતે બગાડવા માટે હું કંપનીને જરૂર પુછીશ કે આવુ મેનેજમેન્ટ હોય? જોકે, હવે હુમા કુરેશીએ પોતાનું ટ્‌વીટ ડિલીટ કરી દીધું છે. તેની ફિલ્મ બેલ બોટમની વાત કરીએ તો તેનું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું છે. ’બેલ બોટમ’ કોરોના સમયગાળા પછી થિયેટરોમાં રિલીઝ થનારી પહેલી મોટી બજેટની ફિલ્મ હશે. આ ફિલ્મ ૩ડીમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ ડેટમાં અનેક ફેરફાર કર્યા બાદ હવે તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૯ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Previous articleસુરતમાં ૪૦૦ કરતાં વધુ આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
Next articleઅક્ષય કુમારે ’બેલ બોટમ’ માટે કપિલ શર્માના લીધા આશીર્વાદ, કોમેડિયને ફોટો શેર કર્યો