સતારા,તા.૮
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ રહેલા તીરંદાજ પ્રવીણ જાધવના પરિવારને ધમકી આપવામાં આવી રહી છે. તેના માતાપિતા ગામમાં તેમના ઘરમાં બાંધકામ કરાવવા માંગે છે, પરંતુ તેમના પડોશીઓ તેમને આવું ન કરવા માટે ધમકી આપી રહ્યા છે. જાધવના માતા-પિતા નું કહેવાનું છે કે જો તેમને બાંધકામની પરવાનગી નહીં મળે તો તેઓ તેમનું ગામ છોડી દેશે.
તીરંદાજ પ્રવિણ જાધવના માતા-પિતાએ કહ્યું, સેનામાં નોકરી મેળવ્યા બાદ જ્યારે ઘરની આર્થિક સ્થિતિ સુધરી ત્યારે તેના પરિવારે સૌથી પહેલા બે રૂમનું મકાન બનાવ્યું. તે સમયે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, પરંતુ હવે જ્યારે તેણે મોટું ઘર બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેના પડોશીઓએ તેનો વાંધો ઉઠાવ્યો અને દાવો કર્યો કે આખી જમીન તેમની છે. પ્રવીણે કહ્યું, પડોશીઓના વાંધા પછી તે જમીનનો અમુક ભાગ છોડવા માટે પણ તૈયાર છે. પ્રવીણના માતા-પિતા મહારાષ્ટ્રના સતારા જિલ્લાના સરાડે ગામમાં રહે છે. તેઓ બંને રાજ્ય કૃષિ નિગમમાં મજૂરી કામ કરે છે. મહામંડળે તેના પિતાને થોડી જમીન આપી હતી. પ્રવીણ જાધવ કહે છે કે સેનામાં નોકરી મળ્યા પછી, જ્યારે તેની આર્થિક સ્થિતિ સારી થતા તો તેઓએ આ જમીન પર બે ઓરડાઓ બનાવ્યા, તે સમય દરમિયાન આ મકાનના નિર્માણનો કોઈએ વિરોધ કર્યો ન હતો, પરંતુ હવે સમયના બદલાવ સાથે. તે તેના ઘરમાં વધુ કામ કરાવવા માંગે છે, જેના કારણે તેના પડોશીઓ તેને ધમકી આપી રહ્યા છે. પ્રવીણ પોતે કહે છે કે મહામંડળે તેમને આ જમીન આપી છે. મૌખિક કરારના આધારે આ જમીનની ફાળવણી થઇ છે આથી કોઇ દસ્તાવેજ કે પુરાવો તેમની પાસે નથી. પ્રવીણનું કહેવું છે કે તેણે બિલ્ડિંગના નિર્માણ માટે ૧.૪૦ લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, પરંતુ કામ ન કરી શકવાના કારણે તેને આ વસ્તુઓ ફેંકી દેવી પડી. તે ઘરમાં શૌચાલય બનાવવા માંગતો હતો, પરંતુ હવે પડોશીઓ તેને રોકવા અને ધમકી આપી રહ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ કહે છે કે આ જમીન હજુ પણ મહામંડળની છે. વિવાદ ઉકેલવા પોલીસની એક ટીમ ગામમાં બંને પક્ષ પાસે પહોંચી હતી.